પેપર લીક બાદ હવે પેટ્રોલ મુદ્દે આંદોલન! કેજરીવાલે કહ્યું- આપણે એક થઈને અવાજ ઉઠાવવો પડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Arvind Kejriwal E20 Protest : પેટ્રોલ અને ડીઝલમાં 20 ટકા ઇથેનલ મિશ્રણ (E20) ના મુદ્દે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર સામે નવો મોર્ચો ખોલ્યો છે. તાજેતરમાં શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ કેજરીવાલે હવે E20 ના વિરોધમાં આગામી શનિવારે દિલ્હીમાં એક ભવ્ય ટાઉનહૉલ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી છે.
યુવાનોએ અહંકારી સરકારને ઝુકાવી છે
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દેશના યુવાનોએ એક અહંકારી સરકારને ઝુકાવી દીધી છે અને જનતાના દબાણ સામે મંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે. આ સફળતા પછી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે E20 નો મુદ્દો પણ વહેલી તકે ઉકેલવામાં આવે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી સામાન્ય નાગરિકો ભારે પરેશાન છે, વાહનોની એન્જિન ક્ષમતા અને માઈલેજ બગડી રહી છે. આ સમસ્યા વધુ વિકરાળ બને તે પહેલાં સરકારે પોતે આગળ આવીને તેનો કાયમી ઉકેલ લાવવો જોઈએ.
નેશનલ ટાઉનહૉલ અગેન્સ્ટ E20' નું આયોજન
દિલ્હીના કૉન્સ્ટીટ્યુશન ક્લબ ખાતે આગામી શનિવારે સવારે સાડા અગિયાર વાગ્યે 'નેશનલ ટાઉનહૉલ અગેન્સ્ટ E20' નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો લોકો ભાગ લેશે. જે નાગરિકો દિલ્હીથી બહાર છે તેઓ ઓનલાઈન માધ્યમથી જોડાઈ શકશે, જેના માટે પાર્ટી દ્વારા એક વૉટ્સએપ નંબર (8588833212) પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ટાઉનહૉલમાં વિષયના નિષ્ણાતો અને પીડિત વાહનચાલકો એક મંચ પર આવશે. જ્યાં સરકારને આ નીતિ પાછી ખેંચવા માટે મજબૂર કરવાની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન પિટિશન દ્વારા બે લાખથી વધુ લોકોએ પત્રો મોકલ્યા છે. જેને લઈને તેઓ આગામી અઠવાડિયે વડાપ્રધાનના નિવાસ્થાને પણ જશે.









