India

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ શિવપુરીમાં 2,500 કરોડનું રોકાણ કરશે, દક્ષિણ એશિયાની સૌથી મોટી પ્રાઇવેટ મિસાઇલ ઇકોસિસ્ટમ સ્થાપશે

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે મધ્ય પ્રદેશના શિવપુરીમાં ₹2,500 કરોડના રોકાણ સાથે દક્ષિણ એશિયાની સૌથી મોટી ખાનગી મિસાઇલ ઇકોસિસ્ટમ સ્થાપવા ભૂમિપૂજન કર્યું. આ પ્રોજેક્ટ હેઠળ કમ્પોઝિટ પ્રોપેલન્ટ અને TNTનું ઉત્પાદન થશે, જે દેશમાં પ્રથમ બેકવર્ડ-ઇન્ટિગ્રેટેડ ક્ષમતા બનાવશે. આનાથી 5,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે, જે રાજ્યને સંરક્ષણ હબ બનાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ શિવપુરીમાં 2,500 કરોડનું રોકાણ કરશે, દક્ષિણ એશિયાની સૌથી મોટી પ્રાઇવેટ મિસાઇલ ઇકોસિસ્ટમ સ્થાપશે
Jeet Adani, Director, Adani Defence & Aerospace

Adani Defence Aerospace to Invest 2500 Crore In Private-Sector Missile Ecosystem: અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL)ની સંરક્ષણ અને એરોસ્પેસ શાખા, અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે દક્ષિણ એશિયાની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની મિસાઇલ ઇકોસિસ્ટમ સ્થાપવા માટે મધ્ય પ્રદેશના શિવપુરીમાં રૂપિયા 2,500 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ એક જ સ્થળે કમ્પોઝિટ પ્રોપેલન્ટ અને ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન (TNT)ના ઉત્પાદન સાથે અદ્યતન મિસાઇલ ઇકોસિસ્ટમ સ્થાપવામાં આવશે, જે ભારતના ખાનગી ક્ષેત્રમાં આ પ્રકારની પ્રથમ બેકવર્ડ-ઇન્ટિગ્રેટેડ ક્ષમતાનું નિર્માણ કરશે.

ભારતીય સશસ્ત્ર દળો મોટા પાયે સ્વદેશી મિસાઇલ પ્રણાલીઓ મળશે

આ સીમાચિહ્નરૂપ રોકાણથી 5,000 પ્રત્યક્ષ અને પરોક્ષ કુશળ રોજગારીની તકો ઊભી થશે, જેનાથી મધ્ય પ્રદેશ એક વ્યૂહાત્મક સંરક્ષણ હબ તરીકે ઉભરી આવશે તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે નવી તકો પેદા થશે. આ સુવિધા સિસ્ટમ ઇન્ટિગ્રેશન અને નિર્ણાયક સામગ્રીના ઉત્પાદનને એકસાથે લાવીને ભારતની સંરક્ષણ સપ્લાય ચેઇનમાં રહેલી લાંબા સમયની ખામીને દૂર કરશે, જેનાથી ભારતીય સશસ્ત્ર દળો મોટા પાયે સ્વદેશી મિસાઇલ પ્રણાલીઓનો સમાવેશ કરી શકશે.

આ રોકાણને આવકારતાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે કહ્યું હતું કે-

આ સીમાચિહ્નરૂપ રોકાણ રાજ્યને વ્યૂહાત્મક ઉત્પાદન માટે એક પસંદગીના સ્થળ તરીકે મજબૂત કરે છે અને ભારતની સ્વદેશી સંરક્ષણ ઇકોસિસ્ટમને વેગ આપશે.

કેન્દ્રીય મંત્રી અને ગુનાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ પ્રોજેક્ટના પ્રભાવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ શિવપુરી-ગુના ક્ષેત્ર માટે એક નવા ઔદ્યોગિક પ્રકરણની શરૂઆત છે, જે આ ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તાવાળી રોજગારીની તકો લાવશે. આ કાર્યક્રમમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી અને રાજ્યના ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહ તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા.

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના ડિરેક્ટર જીત અદાણીએ કહ્યું કે-

આ પ્રોજેક્ટ મિસાઇલ સિસ્ટમ ઇન્ટિગ્રેશન અને તેના માટે જરૂરી સામગ્રીના ઉત્પાદનને એક જ સ્થળે લાવીને દેશને એક સાર્વભૌમ ક્ષમતા પ્રદાન કરશે, જે 'આત્મનિર્ભર ભારત' ના વિઝનને મજબૂત બનાવશે. આ અદ્યતન સુવિધા ઓટોમેટેડ પ્રોડક્શન સિસ્ટમ્સ અને વૈશ્વિક સુરક્ષા માપદંડો સાથે એકસાથે અનેક મિસાઇલ કાર્યક્રમોને સપોર્ટ કરશે, જે ભારતીય સશસ્ત્ર દળો અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોની જરૂરિયાતોને પૂરી કરશે.

અદાણી ડિફેન્સે અગાઉ 2020થી ગ્વાલિયરમાં એક મજબૂત નાના હથિયારોની ઇકોસિસ્ટમ વિકસાવી છે, જ્યાંથી પિસ્તોલ, લાઇટ મશીન ગન, કાર્બાઇન અને એસોલ્ટ રાઇફલ્સ જેવા હથિયારો ભારતીય સશસ્ત્ર દળોને સપ્લાય કરવામાં આવે છે. આ નવું રોકાણ એવા સમયે આવ્યું છે જ્યારે DRDOના સફળ ટ્રાયલ્સ બાદ અદાણી ડિફેન્સના સહયોગથી નેક્સ્ટ જનરેશન એન્ટી-રેડિયેશન મિસાઇલ (NGARM), રુદ્રમ-II (RUDRAM-II), નેવલ એન્ટી-શિપ મિસાઇલ–શોર્ટ રેન્જ (NASM-SR), લોન્ગ-રેન્જ ગ્લાઇડ બોમ્બ (LRGB 'Gaurav') અને ટેક્ટિકલ ઓટોનોમસ રેકનિસન્સ એન્ડ એટેક (TARA) જેવી આગામી પેઢીની મિસાઇલ પ્રણાલીઓ શ્રેણીબદ્ધ ઉત્પાદન (serial production) તરફ આગળ વધી રહી છે