Get The App

IPL-2026 : અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ભારતમાં 300 સિક્સર પુરી કરનારો વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
IPL-2026 : અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ભારતમાં 300 સિક્સર પુરી કરનારો વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો 1 - image


Abhishek Sharma Cricket Record : સનરાઇઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામે 13 બોલમાં 35 રનની તોફાની ઈનિંગ રમી નવો ઇતિહાસ રચ્યો છે. આ ઈનિંગમાં 4 છગ્ગા ફટકારીને તે ભારતની ધરતી પર ટી20 ક્રિકેટમાં 300 છગ્ગા પૂરા કરનાર વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો છે.

અભિષેક દિગ્ગજોના ક્લબમાં સામેલ

અભિષેક શર્મા હવે રોહિત શર્મા, વિરાટ કોહલી અને ક્રિસ ગેલ જેવા દિગ્ગજોની ક્લબમાં સામેલ થઈ ગયો છે. મેચ પહેલા તેને આ ઈતિહાસ રચવા માટે માત્ર બે સિક્સની જરૂર હતી, પરંતુ તેણે ચાર સિક્સ ફટકારી કુલ 302 છગ્ગા સાથે આ સિદ્ધિ મેળવી છે. ભારતની ધરતી પર સૌથી વધુ 388 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે.

IPL-2026 : અભિષેક શર્માએ ઈતિહાસ રચ્યો, ભારતમાં 300 સિક્સર પુરી કરનારો વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો 2 - image

આ પણ વાંચો : મોંઘવારીમાં રાહત! પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના અને સોના-ચાંદીના ઉછાળાના સંકેત, સમજો કારણ

હૈદરાબાદે પંજાબને હરાવ્યું

મેચની વાત કરીએ તો, હૈદરાબાદે પંજાબ સામે 33 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 235 રન નોંધાવ્યા, તો પંજાબની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 202 રન જ કરી શકી છે. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ (38 રન) ની જોડીએ માત્ર 3.3 ઓવરમાં 54 રનની ભાગીદારી કરી હૈદરાબાદને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. ત્યારબાદ હેનરિક ક્લાસેન (69 રન) અને ઇશાન કિશન (55 રન) ની અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે 4 વિકેટે 235 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. પંજાબ તરફથી હર્ષલ પટેલે સૌથી વધુ વિકેટો ઝડપી હતી.

આ પણ વાંચો : સોનું ઘરમાં રાખવાની માથાકૂટ દૂર ! નાનાથી લઈને મોટા રોકાણકારો માટે NSEએ લોન્ચ કરી જોરદાર યોજના