Get The App

સાવધાન! આધાર કાર્ડમાં આ 2 વિગતો માત્ર એક જ વાર સુધારી શકાશે, જાણીલો નિયમો

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
Aadhaar Card Update


Aadhaar Card Update: અત્યારના સમયમાં આધાર કાર્ડ માત્ર એક ઓળખ પત્ર નથી, પરંતુ આપણી ડિજિટલ અને નાણાકીય ઓળખનો સૌથી મોટો આધાર બની ગયું છે. જોકે, UIDAIના કડક નિયમોને કારણે આધારમાં વિગતો અપડેટ કરવાની એક નિશ્ચિત મર્યાદા નક્કી કરવામાં આવી છે. આજના સમયમાં આધારમાં મહત્ત્વની ભૂલો સુધારવી કેટલી અઘરી પડી શકે છે, તે જાણવું દરેક નાગરિક માટે જરૂરી છે, કારણ કે કેટલીક વિગતો જીવનમાં માત્ર એક જ વાર બદલી શકાય છે.

જન્મતારીખમાં ફેરફાર માટે માત્ર એક જ તક

આધાર કાર્ડમાં જન્મતારીખ સૌથી સંવેદનશીલ વિગત છે. જો તમારા આધારમાં જન્મતારીખ ખોટી હોય, તો તેને જીવનભરમાં માત્ર એક જ વાર અપડેટ કરી શકાય છે. આ માટે પાસપોર્ટ કે જન્મના પ્રમાણપત્ર જેવા મજબૂત દસ્તાવેજોની જરૂર પડે છે અને બીજી વાર ફેરફાર કરવાની વિનંતી ભાગ્યે જ સ્વીકારવામાં આવે છે. તેવી જ રીતે, લિંગ(Gender)ની વિગત પણ જીવનમાં ફક્ત એક જ વાર બદલી શકાય છે, જેના માટે મેડિકલ કે કાનૂની પુરાવા આપવા અનિવાર્ય છે. UIDAI ડેટાના દુરુપયોગને રોકવા માટે આટલા કડક નિયમોનું પાલન કરે છે.

આ પણ વાંચો: UPSC CSE 2025ના પરિણામ જાહેર, 958 ઉમેદવાર સફળ થયા, અનુજ અગ્નિહોત્રી ટોપર

નામમાં ફેરફાર માટે માત્ર 2 તક

જ્યાં સુધી નામમાં ફેરફારનો સવાલ છે, તો UIDAIના નિયમ મુજબ તમે તમારા નામમાં સ્પેલિંગની ભૂલ કે અન્ય સુધારા જીવનમાં વધુમાં વધુ 2 વાર કરી શકો છો. જો તમે આ મર્યાદા વટાવી દો છો, તો સરકારી યોજનાઓના લાભ મેળવવામાં કે બેન્કિંગ કાર્યોમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી, જ્યારે પણ તમે આધાર કેન્દ્ર પર કે ઇન્ટરનેટ દ્વારા વિગતો અપડેટ કરાવો, ત્યારે ટાઇપિંગની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ ઍલર્ટ કે સમસ્યાનો સામનો ન કરવો પડે.

સાવધાન! આધાર કાર્ડમાં આ 2 વિગતો માત્ર એક જ વાર સુધારી શકાશે, જાણીલો નિયમો 2 - image