India

જન્મટીપના પુરુષ અને મહિલા કેદી વર વધૂ બન્યા : જેલમાં જ લગ્ન !

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદા બાદ જોધપુરની મંડોર જેલમાં અનોખા લગ્ન થયા. આજીવન કેદના 33 વર્ષીય મૂળારામ ભાટી અને 31 વર્ષીય સીમા ઘડસેએ જેલના પ્રાંગણમાં સાત ફેરા લીધા. કોર્ટે જણાવ્યું કે, બે પુખ્ત વયના લોકોનો લગ્ન કરવાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતાનો અભિન્ન ભાગ છે. આ પ્રસંગે જેલ અધિકારીઓ અને પરિવારજનોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

જન્મટીપના પુરુષ અને મહિલા કેદી વર વધૂ બન્યા : જેલમાં જ લગ્ન !

રાજસ્થાનની મંડોર જેલના પ્રાંગણમાં શરણાઇ ગુંજી ઉઠી
બે પુખ્ત વયના લોકોનો લગ્ન કરવાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતાનો અભિન્ન ભાગ છે: કોર્ટ

જોધપુર : રાજસ્થાન હાઇકોર્ટે બે પુખ્ત વયના લોકોનો સંમતિથી લગ્ન કરવાનો અધિકાર જીવનના મૂળભૂત અધિકારનો અભિન્ન ભાગ હોવાનો ચુકાદો આપ્યા બાદ જોધપુર જેલમાં શરણાઇ વાગી હતી. ઉમરકેદના પુરુષ અને મહિલા કેદીએ વર વધુના પોશાકમાં વરમાળા પહેરાવી અને સાત ફેરા લીધા હતાં.
નાગોર જિલ્લાના રહેવાસી ૩૩ વર્ષિય મૂળરામ ભાટી અને ૩૧ વર્ષિય સીમા ઘડસેએ મંડોર જેલના પ્રાંગણમાં જેલ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને પરિવારના મહેમાનોની હાજરીમાં લગ્ન ગ્રંથીથી જોડાયા હતાં. જેલ અધિકારીઓ અને ઉપસ્થિતોએ નવયુગલને આર્શિર્વાદ આપ્યા હતા અને આ અવસરે મીઠાઇ ખવડાવીને મો મીઠુ કરાવાયું હતું.
રાજસ્થાનની હાઇકોર્ટની ડિવિઝન બેંચના ન્યાયાધીશ પી.એસ.ભાટી અને જસ્ટીસ પ્રવીર ભટનાગરના મહત્વના આદેશ બાદ આ લગ્ન સંપન્ન થયા હતાં.
લગ્ન માટે થોડો સમય સજાને રોકવા માટેની મુળરામની અરજીને મંજૂરી આપતા અદાલતે કહ્યું હતું કે કેદી સજા કાપી રહ્યો હોવાથી તેને લગ્નના અધિકારથી વંચીત રાખી શકાય નહિ.
હાઇકોર્ટે અવલોકન કર્યું કે લગ્ર એક મૂળભૂત સામાજીક વ્યવસ્થા છે. બે પુખ્ત વયના લોકોનો લગ્ન કરવાનો અધિકાર બંધારણની કલમ ૨૧ હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો અભિન્ન ભાગ છે.
કોર્ટે જણાવ્યું હતું કે આવા લગ્નને મંજૂરી આપવાથી કેદીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં પુનર્વસન અને પુન:એકીકરણ ને પ્રોત્સાહન મળે છે, ફોજદારી ન્યાય પ્રણાલીના સુધારાના લક્ષ્યોને ઉત્તેજન મળે છે અને કેદીઓને ભવિષ્યમાં સામાજીક પારિવારિક જીવન જીવવાની તક મળે છે.