રેલવેનો મોટો નિર્ણય: ગુજરાતની 21 ટ્રેનો હવે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે! જુઓ લિસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Western Railway speed upgrade: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોનો પ્રવાસ સમય ઘટાડવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના વિવિધ રેલવે સેક્શનમાં દોડતી ગુજરાતની 21 સહિત 23 લોકપ્રિય મેલ અને સુપરફાસ્ટ ટ્રેનોની મહત્તમ ગતિ 110 કિમી પ્રતિ કલાકથી વધારીને 130 કિમી પ્રતિ કલાક કરવાની મંજૂરી આપવામાં આવી છે.
પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય
પશ્ચિમ રેલવેના વિવિધ રેલવે સેક્શનમાં દોડતી ગુજરાતની 21 સહિત 23 ટ્રેનોને હવે 130 કિમી પ્રતિ કલાક મહત્તમ ગતિએ દોડાવવાની દિશામાં કામગીરી હાથ ધરાશે. અત્યાર સુધી આ ટ્રેનોની મહત્તમ ગતિ 110 કિમી પ્રતિ કલાક હતી. 22 ઓગસ્ટ, 2026ના રોજ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરની મંજૂરી બાદ આ ફેરફારને લીલી ઝંડી મળી છે.
રેલવેના આ નિર્ણયથી ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારત વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને પ્રવાસ સમયમાં ઘટાડો થવાની શક્યતા છે. 130 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનો દોડવાથી લાંબા અંતરની મુસાફરી વધુ ઝડપી બનશે. આ ઉપરાંત ટ્રેન નં.19421-22 અમદાવાદ-પટણા એક્સપ્રેસમાં કોચની સંખ્યા 20ને બદલે 22 કરીને એલએચબી કોચ સાથે 130ની સ્પીડે દોડાવવામાં આવશે.
લાંબા અંતરની ટ્રેનોમાં સ્પીડ સાથે સુરક્ષામાં પણ ભાર મૂકાશે
130 કિમીની ઝડપે ટ્રેનો દોડાવવા માટે પ્લેટફોર્મની લંબાઈ, મુસાફરોની સલામતી અને કોચની ટેકનિકલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માર્ગદર્શિકા પણ નક્કી કરવામાં આવી છે. એક એન્જિન અને 22 એલએચબી કોચની ટ્રેન માટે ઓછામાં ઓછું 551 મીટર લાંબું પ્લેટફોર્મ જરૂરી બનશે. દિવ્યાંગ મુસાફરોની સુવિધા માટે એલએસએલઆરડી કોચ ઉપલબ્ધ કરાશે. એચઓજી સિસ્ટમના યોગ્ય સંચાલન માટે એન્જિન, હેડ-ઓન-જનરેશન અને રેક વચ્ચે સંકલન જાળવવા પણ સૂચના અપાઈ છે.
ગતિ વધારવામાં આવેલી 23 સુપરફાસ્ટ ટ્રેનો
12927-28 દાદર-એકતાનગર સુ.ફા.
12971-72 બાંદ્રા-ભાવનગર એક્સ.
19255-56 સુરત-મહુવા સુપરફાસ્ટ
22945-46 મુંબઈ-ઓખા સૌરાષ્ટ્ર મેઇલ
12959-60 બાંદ્રા-ભુજ સુપરફાસ્ટ
12965-66 બાંદ્રા-ભુજ સાપ્તાહિક
19259-60 કોચુવેલી-ભાવનગર એક્સ.
20483-84 ભગતકી કોઠી-દાદર સુ.ફા.
14707-08 રણકપુર એક્સપ્રેસ
14701-02 અમરાપુર અરવલ્લી એક્સ
20909-10 કોચુવેલી-પોરબંદર સુ.ફા.
12987-98 બાંદ્રા-બાડમેર હમસફર એક્સ.
22901-02 બાંદ્રા-ઉદયપુર સુપરફાસ્ટ
22955-56 બાંદ્રા-ભુજ કચ્છ સુ.ફા.
22195-96 ઝાંસી-બાંદ્રા સુપરફાસ્ટ
16337-38 ઓખા-એર્નાકુલમ એક્સ.
16613-14 રાજકોટ-કોયમ્બતૂર એક્સ.
19203-04 બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક
19711-12 જયપુર-ભોપાલ એક્સપ્રેસ
20957-58 ઈન્દોર-હિસાર સુપરફાસ્ટ
22963-64 બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક
20951-52 ઓખા-જયપુર સાપ્તાહિક
19309-10 શાંતિ એક્સપ્રેસ




