India

રાફેલ તોડી પાડ્યા દાવાઓનું સુરસુરિયું, ભારતીય વાયુસેનાએ વિશેષ ટેકનિકથી પાકિસ્તાનને બેવકૂફ બનાવ્યું

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાને ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ્સ તોડી પાડ્યાનો દાવો કર્યો હતો. જોકે, આંતરરાષ્ટ્રીય તપાસમાં પાકિસ્તાનનો દાવો પોકળ સાબિત થયો છે. ભારતીય રાફેલ વિમાનોમાં ઈઝરાયલની 'X-Guard' સિસ્ટમ હતી, જે 30 કિલોગ્રામ વજનની છે. તે 100 મીટર લાંબા વાયરથી જોડાઈ 500 વોટની જેમિંગ ફ્રિકવન્સી છોડી દુશ્મનના રડારને અસલી રાફેલ જેવી છાપ આપતી હતી. પાકિસ્તાનના J-10C ફાઈટર્સના રડાર આ નકલી ટાર્ગેટને જ અસલી સમજી છેતરાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

રાફેલ તોડી પાડ્યા દાવાઓનું સુરસુરિયું, ભારતીય વાયુસેનાએ વિશેષ ટેકનિકથી પાકિસ્તાનને બેવકૂફ બનાવ્યું

Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાને ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ્સને તોડી પાડવાનો દાવો કરીને જીતની ઉજવણી કરી હતી. જોકે, પાછળથી સામે આવેલા તથ્યો અને આંતરરાષ્ટ્રીય તપાસમાં પાકિસ્તાનનો આ દાવો સંપૂર્ણપણે પોકળ સાબિત થયો છે. વાસ્તવમાં પાકિસ્તાની એર ડિફેન્સ અને ફાઇટર જેટ્સ જેને આકાશમાં 'રાફેલ' માનીને નિશાન બનાવી રહ્યા હતા, તે મૂળ ફાઇટર પ્લેન નહીં પરંતુ રડારને ગુમરાહ કરતી 'ડિકોય' (નકલી ટાર્ગેટ) સિસ્ટમ હતી.

ઈઝરાયલી 'એક્સ-ગાર્ડ' સિસ્ટમનો કરામતી ખેલ

ભારતીય વાયુસેનાના રાફેલ યુદ્ધ વિમાનોમાં 'X-Guard' નામની ખાસ ઈઝરાયલી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે, જે રાફેલના ઈલેક્ટ્રોનિક રક્ષણ વ્યવસ્થાનો મુખ્ય ભાગ છે. આ એક અત્યંત હળવી (આશરે 30 કિલોગ્રામ) ટૅક્નોલૉજી છે, જેને વિમાનની પાછળ 100 મીટર લાંબા વાયર (ફાઇબર-ઓપ્ટિક કેબલ) દ્વારા જોડવામાં આવે છે. આકાશમાં ઉડાન દરમિયાન તે 500 વોટની ચારેય તરફ ફેલાતી જેમિંગ ફ્રીક્વન્સી છોડે છે, જેનાથી દુશ્મનના રડાર પર તે અસલી રાફેલ વિમાન જેવી જ છાપ ઊભી કરે છે. પરિણામે, દુશ્મનની રડાર-ગાઇડેડ મિસાઇલો અસલી રાફેલને છોડીને આ સિસ્ટમ તરફ ફંટાઈ જાય છે અને મૂળ ફાઇટર પ્લેન સંપૂર્ણ સુરક્ષિત રહે છે.

રડાર અને મિસાઇલો કેવી રીતે છેતરાયા?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાનના J-10C ફાઇટર્સમાં લાગેલા KLJ-7A AESA રડાર આ સિસ્ટમને ઓળખવામાં નિષ્ફળ રહ્યા હતા. રડારે આ નકલી ટાર્ગેટને જ અસલી ભારતીય રાફેલ સમજીને લોક કરી દીધું હતું. પાકિસ્તાને છોડેલી મોંઘી મિસાઇલો અસલી રાફેલને બદલે આ ડિકોય પર જઈને અથડાઈ અને નાશ પામી હતી. પાકિસ્તાની એર ડિફેન્સે મિસાઇલ હિટ થતાં જ વિમાન તોડી પાડ્યાનો દાવો કરીને ઉજવણી કરી, પરંતુ અસલી ભારતીય રાફેલ પોતાનું મિશન પૂરું કરીને સુરક્ષિત રીતે પાછા ફરી ચૂક્યા હતા.

ઈલેક્ટ્રોનિક વોરફેરનું ઉત્તમ ઉદાહરણ

મે 2025માં ભારત દ્વારા પાકિસ્તાનમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર કરવામાં આવેલા સચોટ હુમલાનું નામ 'ઓપરેશન સિંદૂર' હતું. આ ઓપરેશનમાં રાફેલ વિમાનો અને તેની સાથે જોડાયેલી આધુનિક ટૅક્નોલૉજીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ ઘટના દર્શાવે છે કે આજના આધુનિક હવાઈ યુદ્ધમાં માત્ર મિસાઇલ કે રડાર જ નહીં, પરંતુ દુશ્મનને છેતરવાની ઈલેક્ટ્રોનિક વોરફેર ટૅક્નોલૉજી પણ એટલી જ નિર્ણાયક સાબિત થાય છે.