India

'અમે નેપાળની આવી ઓળખ નથી ઈચ્છતા': પૂર હોનારત પર મનીષા કોઈરાલાની ભારત-ચીનને ભાવુક અપીલ

By GS Team
31 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં ભયાવહ પૂર અને ભૂસ્ખલનથી 700થી વધુ લોકોના મોત અને 2,500થી વધુ લોકો ગુમ થયા છે. આ સ્થિતિમાં અભિનેત્રી મનીષા કોઇરાલાએ 30 ઓગસ્ટ, 2026ના રોજ 'નેપાળ સાથે એકજૂટતા' કાર્યક્રમમાં ભારત, ચીન અને આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે અપીલ કરી. તેણે પ્રવાસન ચાલુ રાખવા અને ક્લાઇમેટ ચેન્જ સામે સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમે નેપાળની આવી ઓળખ નથી ઈચ્છતા': પૂર હોનારત પર મનીષા કોઈરાલાની ભારત-ચીનને ભાવુક અપીલ
IMAGE - IANS

Manisha Koirala on nepal landslides: નેપાળ હાલમાં માત્ર ભયાનક પૂરનો જ નહીં, પરંતુ એક મોટી માનવસર્જિત અને કુદરતી હોનારતનો સામનો કરી રહ્યું છે. સેંકડો લોકોના મોત અને હજારથી વધુ લોકો ગુમ થયાના આઘાત વચ્ચે અભિનેત્રી મનીષા કોઇરાલાએ પાડોશી દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ માટે આગળ આવવા હાકલ કરી છે. 30 ઓગસ્ટ, 2026ના રોજ સદગુરુના નેતૃત્વમાં યોજાયેલા 'નેપાળ સાથે એકજૂથતા' કાર્યક્રમમાં તેણે ભારત, ચીન અને નેપાળને સાથે મળીને આ કુદરતી આફતનો સામનો કરવા અપીલ કરી હતી. મનીષાએ સ્પષ્ટ કર્યું હતું કે કુદરતી હોનારતના કારણે નેપાળના પ્રવાસન (ટૂરિઝમ) અને તેની વૈશ્વિક ઓળખ પર બ્રેક ન લાગવી જોઈએ.

હવામાન પરિવર્તન વૈશ્વિક ખતરો: સીમાઓથી ઉપર ઉઠીને કામ કરવાની જરૂર

કાઠમંડુમાં જન્મેલી મનીષા કોઇરાલાએ આ હોનારતને માત્ર નેપાળ પૂરતી સીમિત ન ગણતાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેનું કહેવું છે કે, 'હિમાલય ક્ષેત્રના દેશો એકબીજા સાથે જોડાયેલા હોવાથી આવી કુદરતી આફતોનો સામનો કરવા સામૂહિક પ્રયાસો ખૂબ જરૂરી છે. આથી સરહદોથી ઉપર ઉઠીને એક મોટા સમુદાય તરીકે ભારત, ચીન અને નેપાળને એકસાથે મળીને કાયમી ઉકેલ શોધવો જોઈએ.'

ટૂરિઝમ નેપાળની જીવાદોરી: આંતરરાષ્ટ્રીય સમુદાયને પ્રવાસ ચાલુ રાખવા વિનંતી

મનીષા કોઇરાલાની અપીલ માત્ર રાહત અને બચાવ કામગીરી પૂરતી મર્યાદિત ન હતી. તેણે આંતરરાષ્ટ્રીય સમુદાયને નેપાળ પ્રત્યે પોતાનો પ્રેમ અને સપોર્ટ જાળવી રાખવા ભાવુક વિનંતી કરી હતી. તેણે ભારપૂર્વક જણાવ્યું કે, 'નેપાળની ઓળખ વિશ્વમાં માત્ર આફતોથી ઘેરાયેલા દેશ તરીકે ન બનવી જોઈએ. પ્રવાસન (ટૂરિઝમ) એ નેપાળની અર્થવ્યવસ્થાની જીવાદોરી છે. પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ માત્ર અમુક જ વિસ્તારોમાં બની છે, તેથી દેશને ફરીથી પગભર કરવા માટે વિદેશી પ્રવાસીઓ નેપાળની મુલાકાત લેતા રહે તે ખૂબ જરૂરી છે.'

હિમનદી તૂટતાં જળપ્રલય: 780થી વધુના મોત અને 2500 ગુમ

નેપાળ-તિબેટ સરહદ નજીક હિમનદી (ગ્લેશિયર) તૂટી પડતાં આવેલી ભયાનક પૂરની માટી, કાદવ અને પાણીના ધસમસતા પ્રવાહે ઉત્તરી અને મધ્ય નેપાળમાં ભારે તારાજી સર્જી છે. અનેક ગામડાંઓ જમીનદોસ્ત થઈ ગયા છે અને હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ્સને પણ મોટું નુકસાન પહોંચ્યું છે. 26 ઓગસ્ટે આવેલી આ આફતમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને 2,500થી વધુ લોકો ગુમ છે. આવી સ્થિતિમાં મનીષા કોઇરાલાએ વિશ્વભરના લોકોને રાહત સામગ્રી મોકલવા અને નેપાળી નાગરિકોની મદદે આવવા અપીલ કરી છે.