26 લોકોને લઈ જતા પિકઅપને ટ્રકે ફંગોળી નાખતા 7ના મોત, મહારાષ્ટ્રના અમરાવતીમાં હાઈવે પર મરણચીસો ગૂંજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Maharashtra accident: મહારાષ્ટ્રના અમરાવતી અને બુલઢાણા જિલ્લામાંથી એક હ્રદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપને ટ્રકે ટક્કર મારતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને 21 લોકો ઘાયલ થયા છે.
સમૃદ્ધિ મહામાર્ગ પર સર્જાયો ભીષણ અકસ્માત
શુક્રવારની સવારે અમરાવતી જિલ્લાના ધામણગાંવ રેલવે પાસે સમૃદ્ધિ મહામાર્ગ પર ચેનલ નંબર 97 પર આ અકસ્માત થયો હતો. પિકઅપ વાહનમાં સવાર લોકો બુલઢાણા જિલ્લાના શેગાંવથી મા દુર્ગાની મૂર્તિ લઈને વર્ધા તરફ જઈ રહ્યા હતા. તે જ સમયે પિકઅપ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
ઘટનાસ્થળે જ પાંચ લોકોના મોત
ટક્કર એટલી ભીષણ હતી કે પાંચ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે સારવાર દરમિયાન વધુ બે લોકોએ દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ 21 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક ધામણગાંવ ગ્રામીણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ચારથી પાંચ ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે, જ્યારે 14થી 15 લોકો સામાન્ય ઈજા થઈ છે.




