India

રોજીરોટીની શોધ બની મોતની મુસાફરી! હાઈવે પર ટ્રકની ટક્કરમાં બોલેરો પડીકું થઈ ગઈ, 6ના મોત

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશના ગોંદિયા-બાલાઘાટ હાઈવે પર નાગરા ગામ પાસે ટ્રકે બોલેરોને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. તેલંગાણા જતા મજૂર પરિવારના 3 વર્ષના બાળક સહિત 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે 7 ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે ટ્રકચાલક મોહસિન ખાન (ઉંમર 32) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રોજીરોટીની શોધ બની મોતની મુસાફરી! હાઈવે પર ટ્રકની ટક્કરમાં બોલેરો પડીકું થઈ ગઈ, 6ના મોત
FILE PHOTO

Gondia Balaghat Accident: મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને જોડતા ગોંદિયા-બાલાઘાટ સ્ટેટ હાઇવે પર સોમવારે મોડી રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ગોંદિયા ગ્રામીણ પોલીસ સ્ટેશન હેઠળ આવતા નાગરા ગામ પાસે એક અનિયંત્રિત અને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે સામેથી મજૂરોથી ભરેલી બોલેરો કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બોલેરોનો કચડઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે જ 3 વર્ષના બાળકના મોત સાથે કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

રોજીરોટીની શોધમાં નીકળેલા મજૂરો માટે મુસાફરી કાળ બની

મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાની કિરનાપુર અને લાંજી તહસીલના વિવિધ ગામોના મજૂરો પોતાના પરિવાર સાથે મજૂરીકામ માટે બોલેરો ગાડી (MP-15 T 3495)માં સવાર થઈને તેલંગાણા (હૈદરાબાદ) જવા નીકળ્યા હતા. રાત્રે આશરે 11:30 વાગ્યે ગોંદિયા શહેરથી 5 કિલોમીટર દૂર નાગરા ગામ પાસે પહોંચતા જ સામેથી બેદરકારીપૂર્વક આવી રહેલા ટ્રકે (MH-35 AJ-2547) બોલેરોને સામેથી ટક્કર મારી દીધી હતી.
અકસ્માતનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો અને વાહનચાલકો દોડી આવ્યા હતા. બોલેરોમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ 6 લોકોને મૃત જાહેર કર્યા હતા.

ટ્રક ચાલક સામે ગુનો દાખલ, પોલીસે તપાસ હાથ ધરી

આ ગંભીર અકસ્માત અંગે ઈજાગ્રસ્ત રાજેન્દ્ર શિવચરણ પંધારેના નિવેદનના આધારે ગોંદિયા ગ્રામીણ પોલીસે ટ્રક ચાલક મોહસિન ખાન (ઉંમર 32 વર્ષ, નિવાસી ગોંદિયા) સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 અને મોટર વહીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.