India

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ઉજવણી, દીપકેએ કહ્યું- ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. CJPના ફાઉન્ડર અભિજિત દીપકે અને તેમના સમર્થકો દિલ્હીના જંતર-મંતર પર ઉજવણી કરી રહ્યા છે. દીપકેએ જણાવ્યું કે, "આખરે સરકારને ઝુકવું પડ્યું." પ્રધાને દેશ અને વિદ્યાર્થીઓના હિતમાં રાજીનામું આપ્યું હોવાનું પત્રમાં જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ઉજવણી, દીપકેએ કહ્યું- ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે
IMAGE - IANS

Abhijeet Dipke reaction: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી દેશના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. તેમના આ નિર્ણય પછી CJPના ફાઉન્ડર અભિજિત દીપકેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. રાજીનામાના સમાચાર મળતાં જ અભિજિત દીપકે અને તેમના સમર્થકો દિલ્હીના જંતર-મંતર ખાતે ભેગા થઈને ઉજવણી કરી રહ્યા છે.

'ઝુકે છે દુનિયા બસ ઝુકાવનાર જોઈએ'

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલતા અભિજિત દીપકે જણાવ્યું હતું કે, ‘ઝુકે છે દુનિયા બસ ઝુકાવનાર જોઈએ. લોકો એવું કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી થતાં, પરંતુ આખરે રાજીનામું આપવું પડ્યું છે. સતત 36 દિવસ સુધી દરરોજ તેમને સવાલ પૂછવામાં આવતો હતો કે રાજીનામું નહીં આપે? પરંતુ આખરે સરકારને ઝુકવું પડ્યું. લોકો કહેતા હતા કે ક્રાંતિ નહીં થાય, પરંતુ આજે ક્રાંતિ થઈ ગઈ છે.’

અમેરિકાથી નીકળતી વખતે લોકો સવાલ કરતા હતા: દીપકે

જંતર-મંતર પરથી પોતાના સમર્થકો સાથે ઉજવણી કરતા અભિજિત દીપકે જણાવ્યું કે, ‘જ્યારે હું અમેરિકાથી નીકળ્યો હતો ત્યારે લોકો કહેતા હતા કે શું થશે? પરંતુ આજે સ્થિતિ એ છે કે ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું છે.’ હાલ જંતર-મંતર પર દીપકે અને તેમના સાથીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે.

દેશ અને વિદ્યાર્થીઓના હિતમાં આપ્યું રાજીનામું: ધર્મેન્દ્ર પ્રધાન

બીજી તરફ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પીએમ મોદીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે અને તેની સાથે એક પત્ર પણ શેર કર્યો છે. તેમણે પોતાના રાજીનામામાં જણાવ્યું છે કે, દેશવિરોધી તત્ત્વો જંતર-મંતર અને સમગ્ર દેશમાં પરિસ્થિતિનો ગેરલાભ ન ઉઠાવી શકે, દેશ એકજૂટ રહે અને ભારતના વિદ્યાર્થીઓ કોઈ કાનૂની મુશ્કેલીઓમાં ફસાયા વગર પોતાના અભ્યાસ અને કરિયર પર ધ્યાન આપી શકે, તે હેતુથી તેમણે વડાપ્રધાનને પોતાનું રાજીનામું સોંપ્યું છે.