India

રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી પર ફરી FIR: પોલીસ સાથે ધક્કા-મુક્કી અને ડ્યુટીમાં વિઘ્ન ઊભું કરવાનો આરોપ

By GS Team
8 Oct 20261 min read
TukuTouch Logo
દિલ્હી પોલીસે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં પોલીસકર્મીઓ સાથે મારપીટ અને સરકારી કામમાં અડચણ બદલ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે. બુધવારે INDIA બ્લોકના નેજા હેઠળ આયોજિત પ્રદર્શનમાં 91 લોકોની અટકાયત કરાઈ હતી. પોલીસે વીડિયો ફૂટેજ અને પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી પર ફરી FIR: પોલીસ સાથે ધક્કા-મુક્કી અને ડ્યુટીમાં વિઘ્ન ઊભું કરવાનો આરોપ
IMAGE - IANS

INDIA bloc protest: દિલ્હી પોલીસ દ્વારા બુધવારે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ સાથે કથિત મારપીટ કરવા અને સરકારી કામમાં અડચણ ઊભી કરવાના ગંભીર આક્ષેપ હેઠળ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કેસમાં પ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાઓની તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી અને સરકારી કામમાં બાધાનો આરોપ

પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા ઉપરાંત અનેક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ ભાગ લીધો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ સાથે કથિત રીતે ધક્કામુક્કી અને સરકારી કામમાં અડચણ ઊભી કરવાની ઘટનાઓ સામે આવી હતી. હાલ પોલીસ વિરોધ પ્રદર્શન દરમિયાન વીડિયો ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે કોની કઈ ભૂમિકા રહી હતી તેની સઘન તપાસ કરી રહી છે.

91 જેટલા લોકોની અટકાયત અને INDIA બ્લૉકનું પ્રદર્શન

બુધવારે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ રાહુલ ગાંધીએ INDIA બ્લૉકના અન્ય નેતાઓ સાથે મળીને રસ્તા પર કર્યું હતું. પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અને સંસદો અને નેતાઓ સહિત કુલ 91 લોકોની અટકાયત કરી હતી. હાલ દિલ્હી પોલીસ એફઆઈઆર નોંધ્યા બાદ કાયદાકીય કાર્યવાહી અને આગળની તપાસની પ્રક્રિયા હાથ ધરી રહી છે.