નાના પાટેકરની અંતિમ ઈચ્છા પૂર્ણ કરાશે, મહારાષ્ટ્રના મંત્રીએ કર્યું એલાન, જાણો ક્યાં થશે અંતિમ સંસ્કાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nana Patekar Cremation Pune Farm : બોલિવૂડના જાણીતા દિગ્ગજ અભિનેતા નાના પાટેકર હવે આપણી વચ્ચે નથી રહ્યા. 75 વર્ષની વયે તેમના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, રાજકારણ અને રમતગમત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક વ્યક્તિ આ અણધાર્યા સમાચારથી સ્તબ્ધ અને આઘાતમાં છે. નાના પાટેકરના નિધન વચ્ચે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમના અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજકીય સન્માનની જાહેરાત
સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે જાહેરાત કરી છે કે સરકારે અભિનેતા નાના પાટેકરને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવાનો નિર્ણય કર્યો છે. આ સન્માન તેમના મરાઠી રંગમંચ, મરાઠી અને હિન્દી સિનેમામાં આપેલા અમૂલ્ય યોગદાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહ્યું છે. તેમની અંતિમ ઇચ્છા મુજબ પુણે સ્થિત તેમના ફાર્મ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જ્યાં તેમને રાજકીય સન્માન આપવામાં આવશે.
નિધનના કરુણ સમાચાર અને સ્વાસ્થ્ય સ્થિતિ
ગુરુવારે સવારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. નાના પાટેકરના પુત્ર મલ્હાર પાટેકરે પિતાના નિધનની પુષ્ટિ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોવા સ્થિત મણિપાલ હોસ્પિટલની ટીમ દ્વારા સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ હતી, ત્યારબાદ તબીબી ટીમને તેમના ફ્લેટ પર મોકલવામાં આવી હતી જ્યાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.
શાનદાર અભિનય અને સામાજિક કાર્યો
નાના પાટેકરે 'પરિંદા', 'તિરંગા', 'અગ્નિસાક્ષી', 'ખામોશી: ધ મ્યુઝિકલ', 'વેલકમ', 'અપહરણ' અને 'રાજનીતિ' જેવી યાદગાર ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલ પર રાજ કર્યું હતું. તેમણે વિલનથી લઈને કોમેડી અને ગંભીર પાત્રો સુધીની અનેક ભૂમિકાઓ ભજવી હતી. અભિનય ઉપરાંત તેમણે ડિરેક્ટર અને રાઇટર તરીકે પણ કામ કર્યું હતું, જેમાં વર્ષ 1991માં આવેલી ફિલ્મ 'પ્રહાર: ધ ફાઇનલ અટેક'થી તેમણે દિગ્દર્શનક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. અભિનય ઉપરાંત તેઓ ખેડૂતોના પ્રશ્નો અને કલ્યાણ માટે પણ હંમેશા સક્રિય રહ્યા હતા અને ખુલ્લીને પોતાના વિચારો રજૂ કરતા હતા.




