Entertainment

કોણ છે નાના પાટેકરના પત્ની? 35 વર્ષ અલગ રહ્યા છતાં ન લીધા છૂટાછેડા, જાણો ઓછી જાણીતી કહાની

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ તેમનું અંગત જીવન ચર્ચામાં આવ્યું છે. 1978માં નીલકાંતી પાટેકર સાથે લગ્ન કરનાર નાનાને 2 પુત્રો હતા, જેમાંથી એકનું 2 વર્ષની ઉંમરે અવસાન થયું. હાલ મલ્હાર પાટેકર તેમનો એકમાત્ર પુત્ર છે. નીલકાંતી પોતે અભિનેત્રી અને લેખિકા છે, જેમણે 'છાવા' ફિલ્મથી કમબેક કર્યું. છેલ્લા 35 વર્ષથી અલગ રહેવા છતાં, તેમણે ક્યારેય છૂટાછેડા લીધા નહોતા અને તેમનો સંબંધ અકબંધ રહ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

કોણ છે નાના પાટેકરના પત્ની? 35 વર્ષ અલગ રહ્યા છતાં ન લીધા છૂટાછેડા, જાણો ઓછી જાણીતી કહાની

Nana Patekar wife: દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના દુઃખદ અવસાન બાદ તેમનો પરિવાર અને અંગત જીવન ચર્ચામાં આવ્યા છે. ફિલ્મ જગતમાં પોતાના બુલંદ અવાજ અને દમદાર અભિનયથી અનોખી ઓળખ બનાવનાર નાના પાટેકર પોતાની પર્સનલ લાઈફને હંમેશા લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરતા હતા. અભિનેતાએ ક્યારેય જાહેરમાં પોતાની પત્ની કે લગ્નજીવન વિશે ખુલીને વાત કરી નહોતી.

1978માં લગ્ન અને પારિવારિક જીવન

નાના પાટેકરના લગ્ન 1978માં નીલકાંતી પાટેકર સાથે થયા હતા, જેઓ ખુદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. આ લગ્નથી તેમને બે સંતાન હતા, પરંતુ દુર્ભાગ્યવશ બે વર્ષની ઉંમરે તેમના એક પુત્રનું અવસાન થયું હતું. હાલ તેમનો એક પુત્ર મલ્હાર પાટેકર છે.

નીલકાંતી પાટેકરની વાત કરીએ તો, તેમણે 1966માં બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી અને તેઓ નેશનલ એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. અભિનેત્રી બનતા પહેલા તેઓ બૅન્ક અધિકારી તરીકે સેવા આપતા હતા. બાદમાં તેમણે મરાઠી સિનેમામાં અભિનેત્રી અને લેખિકા તરીકે પોતાની ઓળખ બનાવી અને તાજેતરમાં જ વિકી કૌશલની ફિલ્મ 'છાવા'થી શાનદાર કમબેક કર્યું હતું. વર્ષ 1989માં તેમને મરાઠી ફિલ્મ 'આત્મવિશ્વાસ' માટે મહારાષ્ટ્ર સરકારનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો.

35 વર્ષથી અલગ રહેવા છતાં સંબંધ અકબંધ

અનેક સેલિબ્રિટીઝથી વિપરીત, નાના અને નીલકાંતીએ પોતાની અંગત જિંદગીને હંમેશા મીડિયાની નજરોથી દૂર રાખી હતી. રિપોર્ટ્સ મુજબ, બંને છેલ્લા લગભગ 35 વર્ષથી અલગ-અલગ રહેતા હતા, છતાં તેમણે ક્યારેય કાયદેસરના છૂટાછેડા લીધા નહોતા.

એક ઇન્ટરવ્યૂમાં નાના પાટેકરે પોતાના સંબંધો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, અમારા બંનેના સ્વભાવ અને વિચારો જુદા હતી.

જો કે નાના પાટેકરે પોતાની જિંદગી અને કારકિર્દીમાં પત્ની નીલકાંતીના યોગદાનને હંમેશા સ્વીકાર્યું હતું. તેમનું માનવું હતું કે સાથે ન રહેવા માત્રથી લગ્નજીવન તૂટી ગયું તેમ નથી થતું. ભલે તેઓ અલગ રહેતા હતા, પરંતુ તેમની વચ્ચેનો સંબંધ ક્યારેય સંપૂર્ણપણે ખતમ થયો નહોતો.