ભારતીય સિનેમાનો 'ક્રાંતિવીર' અસ્ત: રાજનેતાઓથી લઈને બોલિવૂડની હસ્તીઓ પણ દુઃખી, ડૉક્ટરે જણાવ્યો છેલ્લી ઘડીનો ઘટનાક્રમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nana Patekar Died News: ભારતીય અને મરાઠી સિનેમામાં પોતાના બુલંદ અવાજ, તીખા સંવાદો અને દમદાર અભિનયથી દાયકાઓ સુધી દર્શકોના દિલ પર રાજ કરનાર દિગ્ગજ અભિનેતા નાના પાટેકર (વિશ્વનાથ પાટેકર)નું 75 વર્ષની વયે ગોવા ખાતે હૃદયરોગના હુમલા (કાર્ડિયાક અરેસ્ટ)ના કારણે દુ:ખદ અવસાન થયું છે. ગુરુવારે સવારે ગોવા સ્થિત પોતાના ફ્લેટ પર છાતીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ બાદ તેઓ બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચાડતાં પહેલાં જ તેમનું નિધન થતાં સમગ્ર બોલિવૂડ, મરાઠી સિનેમા જગત અને રાજકીય જગતમાં ઘેરો શોક છે.
છાતીમાં દુખાવો અને એમ્બ્યુલન્સમાં જ દમ તોડ્યો
ગોવાની મણિપાલ હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના હેડ ડો. શેખર સાલકરે ઘટના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, 'નાના પાટેકરે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ પોતાના એક મિત્રને તબિયત સારી ન હોવાનો મેસેજ કર્યો હતો. મોડી રાત્રે મિત્રની નજર મેસેજ પર પડતાં તેઓ સવારે 4:00 વાગ્યે નાનાના ફ્લેટ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓ ભારે પરસેવાથી રેબઝેબ હતા અને હાલત લથડી રહી હતી. તુરંત જ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમને બોલાવવામાં આવી હતી.'
ડૉક્ટરે વધુમાં કહ્યું કે, 'હોસ્પિટલની ઈમરજન્સી ટીમ ફ્લેટ પર પહોંચી ત્યારે જ નાના અચેતન થઈ ગયા હતા. ટીમે તેમને એમ્બ્યુલન્સમાં જ સીપીઆર (CPR) આપવાનું શરૂ કર્યું હતું. હોસ્પિટલમાં લાવ્યા બાદ પણ ડૉક્ટરોએ સતત 45 મિનિટ સુધી કાર્ડિયાક મસાજ આપી તેમને બચાવવાનો ભારે પ્રયાસ કર્યો હતો, પરંતુ સવારે 5:20 વાગ્યે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલો મેડિકો-લીગલ કેસ હોવાથી તેમના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ગોવા મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યો છે.
સિનેમાથી સામાજિક સેવા સુધીની અદ્ભુત સફર
1978માં 'ગમન' ફિલ્મથી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર નાના પાટેકરે 'પરિંદા', 'ક્રાંતિવીર', 'અગ્નિ સાક્ષી', 'ખામોશી', 'અબ તક છપ્પન', 'વેલકમ' અને 'નટસમ્રાટ' જેવી યાદગાર ફિલ્મો આપી હતી. તેમને 3 નેશનલ ફિલ્મ એવોર્ડ અને 'પદ્મશ્રી'થી નવાજવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી 2026માં રિલીઝ થયેલી વિશાલ ભારદ્વાજની 'O'Romeo' તેમની છેલ્લી ફિલ્મ સાબિત થઈ. માત્ર અભિનય જ નહીં, પરંતુ 'નામ ફાઉન્ડેશન' દ્વારા મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારો માટે તેમણે કરેલું સામાજિક કાર્ય હંમેશા યાદ રહેશે.
રાજકારણથી લઈને બોલિવૂડ પણ શોકમાં ગરકાવ
વડાપ્રધાન મોદી પણ થયા ભાવુક
વડાપ્રધાન મોદીએ પણ નાના પાટેકરના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે ખૂબ ઓછા કલાકારોમાં નાના પાટેકર જેવી ઊંડાઈ, પોતાની અલગ ઓળખ હતી. તેમણે દરેક પાત્રમાં શાનદાર વિવિધતા અને રચનાત્મકતા બતાવી અને એવા પાત્રો ભજવ્યા જેને આવનારી પેઢીઓ યાદ રાખશે.
નાના પાટેકર અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ હતા: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
નાના પાટેકરને શ્રન્ધાંજલિ આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'નાના પાટેકર માત્ર પડદા પર જ નહીં પણ પોતાના વ્યક્તિત્વમાં પણ અત્યંત પ્રભાવશાળી હતા. 'ક્રાંતિવીર'થી 'નટસમ્રાટ' સુધીનો તેમનો અભિનય બેમિસાલ રહ્યો. જલયુક્ત શિવાર અભિયાન અને નામ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોની મદદ કરનાર એક સંવેદનશીલ માનવીને આપણે ગુમાવ્યા છે.'
મેં મારો કૌટુંબિક મિત્ર ગુમાવ્યો : ગડકરી
ગડકરીએ નાના પાટેકરને શ્રન્ધાંજલિ આપતા કહ્યું કે, 'નાના પાટેકરના નિધનના સમાચાર અત્યંત ચોંકાવનારા છે. તેમની સાથે મારા કૌટુંબિક સંબંધો હતા. પોતાના ખાસ અંદાજમાં ડાયલોગ ડિલિવરી કરીને તેમણે અનેક પાત્રોને અમર બનાવી દીધા. મહારાષ્ટ્રના ગ્રામીણ જળ સંચય અને ખેડૂતો માટેનું તેમનું પ્રદાન અવિસ્મરણીય રહેશે.'
નાનાની યાદો હંમેશા મારી પાસે રહેશે : અક્ષય કુમાર
અક્ષય કુમાર કહ્યું કે, 'નાના એવા ગણતરીના કલાકારોમાંના એક હતા જેમને દર્શકોનું ધ્યાન ખેંચવા માટે કંઈ વધારાનું કરવાની જરૂર નહોતી પડતી. તેમની અવાજ, તેમનો જુસ્સો અને દરેક કિરદાર પ્રત્યેની પ્રામાણિકતા તેમને અલગ બનાવતી હતી. 'વેલકમ' અને હાલમાં જ 'હાઉસફુલ 5'ની શૂટિંગની યાદો હંમેશા મારી પાસે રહેશે.
કલાજગત માટે અપૂરણીય ક્ષતિ : યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથએ કહ્યું કે, 'પ્રખ્યાત અભિનેતા અને સંવેદનશીલ સમાજસેવક નાના પાટેકરનું નિધન એ કલાજગત માટે ક્યારેય ના પુરાય તેવી ખોટ છે. ઈશ્વર દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે.'
ભારતીય સિનેમાને સમૃદ્ધિ અપાવી : પુષ્કર સિંહ ધામી
'પોતાના સશક્ત અભિનય અને પ્રભાવશાળી સંવાદોથી ભારતીય સિનેમાને સમૃદ્ધ કરનાર નાના પાટેકરનું જવું એ કલા જગત માટે મોટી ક્ષતિ છે.'
સાચા કલાકાર ગુમાવ્યા : સુનેત્રા અજિત પવાર
'મંચથી લઈને મોટા પડદા સુધી અનેક પાત્રોને અમર કરનાર સચ્ચા કલાકારને આપણે ગુમાવ્યા છે. ખેડૂતો અને વંચિતો માટેનું તેમનું કાર્ય હંમેશા પ્રેરણા આપતું રહેશે.'




