India

VIDEO | જંતર-મંતર પાર્ટ-2 થવાનો ડર? અભિજિત દીપકે દિલ્હીમાં પગ મૂકે તે પહેલા વિમાનમાંથી જ અટકાયત

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હી પોલીસે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજિત દીપક, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની વિમાનમાંથી અટકાયત કરી છે. શનિવારે પ્લેન લેન્ડ થતાં જ પોલીસે કાર્યવાહી કરી હતી. યુટ્યુબર ધ્રુવ રાઠીની પણ ગુરુગ્રામથી અટકાયત કરાઈ છે. દિલ્હીમાં થનારા વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખીને પોલીસે આ કડક પગલાં લીધા છે, જોકે પોલીસે તેને ધરપકડ નહીં પણ અટકાયત ગણાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | જંતર-મંતર પાર્ટ-2 થવાનો ડર? અભિજિત દીપકે દિલ્હીમાં પગ મૂકે તે પહેલા વિમાનમાંથી જ અટકાયત

CJP leaders detained Delhi Airport: દિલ્હી પોલીસે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી કાર્યવાહી કરતા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સ્થાપક અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની વિમાનની અંદરથી જ અટકાયત કરી લીધી છે. શનિવારે પ્લેન એરપોર્ટ પર લેન્ડ થતાં જ દિલ્હી પોલીસના જવાનો વિમાનની અંદર દાખલ થયા હતા, જેના કારણે અંદર થોડીવાર માટે અફરાતફરી અને હંગામાનો માહોલ સર્જાયો હતો. પોલીસ અધિકારીઓ સાથેની વાતચીત બાદ ત્રણેય નેતાઓને વિમાનમાંથી નીચે ઉતારીને બસમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા.

'હું સ્વેચ્છાએ ધરપકડ સ્વીકારવા જ આવ્યો છું' - અભિજિત દીપકે

પોલીસ જેવી જ પ્લેનમાં પહોંચી કે ત્રણેય નેતાઓ સમજી ગયા હતા કે પોલીસ તેમને કસ્ટડી લેવા આવી છે. તે સમયે અભિજિત દીપકે હાથ જોડીને દિલ્હી પોલીસને કહ્યું હતું કે, 'હું અહીં સ્વેચ્છાએ ધરપકડ સ્વીકારવા જ આવ્યો છું, મારી ધરપકડ કરી લો.' જોકે દિલ્હી પોલીસે પરિસ્થિતિ સંભાળતા કહ્યું હતું કે, 'ના, આ કોઈ ધરપકડ નથી. કૃપા કરીને સહયોગ કરો.' પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ કાનૂની કાર્યવાહી ધરપકડ નથી પરંતુ માત્ર અટકાયત (ડિટેન્શન) છે. બીજી તરફ, CJP દ્વારા પોતાના નેતાઓની આ અટકાયતની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે.

યૂટ્યૂબર ધ્રુવ રાઠીની પણ ગુરુગ્રામથી અટકાયત

દિલ્હીમાં આજે કોકરોચ જનતા પાર્ટી દ્વારા યોજાનારા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવ્યા છે. જેમાં જાણીતા યૂટ્યૂબર ધ્રુવ રાઠીની પણ ગુરુગ્રામના સેક્ટર 56, કેન્દ્રીય વિહાર વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી છે. દિલ્હી પોલીસને માહિતી મળી હતી કે ધ્રુવ રાઠી તેમના માતા-પિતાને મળવા આવ્યો છે, ત્યારબાદ ગુરુગ્રામ પોલીસ સાથે મળીને એક સંયુક્ત ટીમે આ કાર્યવાહી કરી હતી. દિલ્હીમાં થનારા પ્રદર્શનને નિષ્ફળ બનાવવા માટે પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે.