India

મેઘાલયમાં યુડીપીનાં 9, તૃણમૂલનાં ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાશે

By GS Team
30 Aug 20261 min read
TukuTouch Logo
મેઘાલયમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીના 9 અને તૃણમૂલ કોંગ્રેસના 4 ધારાસભ્યો ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. આ “ઓપરેશન લોટસ” હેઠળ, ભાજપના વર્તમાન 2 ધારાસભ્યોની સંખ્યા વધીને 15 થઈ શકે છે. પૂર્વ મુખ્યમંત્રી ડો. મુકુલ સંગમા પણ ભાજપમાં સામેલ થશે. કેન્દ્રીય સ્તરે આ અંગે મંત્રણા ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેઘાલયમાં યુડીપીનાં 9, તૃણમૂલનાં ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાશે

નવી દિલ્હી : મેઘાલયનાં રાજકારણમાં મોટું પરિવર્તન થવાની શક્યતા છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીનાં ૧૨માંથી ઓછામાં ઓછા ૯ ધારાસભ્ય અને તૃણમુલ કોંગ્રેસનાં તમામ ચાર ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યાં છે.
મેઘાલયમાં ભાજપનું ઓપરેશન લોટ્સ વેગ પકડી રહ્યું છે. વિધાનસભામાં ફક્ત બે ધારાસભ્યો ધરાવતી પાર્ટી ૧૫નાં આંકડાને સ્પર્શી શકે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર યુડીપીનાં ૯ અને તૃણમુલનાં ૪ સહિત કુલ વર્તમાન ૧૩ ધારાસભ્યો ભાજપમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યાં છે. રાજ્ય ભાજપ નેતાઓએ આ અહેવાલોને સમર્થન આપતા જણાવ્યું છે કે આ સંદર્ભમાં કેન્દ્રીય સ્તરે મંત્રણા ચાલી રહી છે.
તૃણમુલ જૂથમાં પૂર્વ મુખ્યપ્રધાન ડો. મુકુલ સંગમા પણ સામેલ છે. ૬૦ સભ્યોવાળી વિધાનસભામાં યુડીપીનાં ૧૨ અને તૃણમુલનાં ૪ ધારાસભ્યો છે. આમાંથી કેટલાકે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે એેનપીપી પાસે ૩૩ ધારાસભ્યો છે અને તે એકલા હાથે સરકાર ચલાવી શકે છે. જો યુડીપીનાં ૯ અને તૃણમુલનાં ૪ ધારાસભ્યો ભાજપમાં સામેલ થાય છે ભાજપનાં ધારાસભ્યોની સંખ્યા વધીને ૧૫ થઇ જશે.
પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્યતાથી બચવા માટે વિલયનાં સ્વરૂપમાં ઓછામાં ઓછા આઠ યુડીપી અને ત્રણ તૃણમુલ ધારાસભ્યોનુ પક્ષ છોડવું જરૂરી છે.