India

બિહારના સારણમાં પૂરથી 236 ગામો પાણીમાં, 4.60 લાખ લોકો પ્રભાવિત, 128 હોડીઓથી રેસ્ક્યૂ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
બિહારના સારણ જિલ્લામાં પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. છપરાના 6 બ્લોક અને 236 ગામો હજુ પણ જળમગ્ન છે, જેના કારણે NH-722 સહિત રસ્તાઓ ધોવાઈ ગયા છે. આ પૂરથી 4.60 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 74,737 લોકોનું સ્થળાંતર થયું છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી, મેડિકલ કેમ્પ અને ભોજનની વ્યવસ્થા કરાઈ છે. રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારના સારણમાં પૂરથી 236 ગામો પાણીમાં, 4.60 લાખ લોકો પ્રભાવિત, 128 હોડીઓથી રેસ્ક્યૂ

Saran Bihar Flood Crisis 236 Villages: બિહારના સારણમાં પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પરંતુ 6 બ્લોક અને NH-722 હજુ પણ જળમગ્ન છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે અને હજારો લોકોએ સ્થળાંતર કર્યું છે. પૂરથી ઘેરાયેલા બિહારના છપરા, સારણ જિલ્લામાં જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યું છે. જોકે હજુ પણ 6થી વધુ બ્લોકમાં પૂરના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત છે. આ પૂરના કારણે મકેરમાં એનએચ-722 મુઝફ્ફરપુર-છપરા હાઇવે પર હજુ પણ લગભગ અડધો ફૂટ પાણી ભરાયેલા છે. તો બીજી તરફ અનેક ગામોના રસ્તાઓ ધોવાઈ ગયા છે, અને ડઝનબંધ ઘરો જમીનદોસ્ત થઈ ચૂક્યા છે. જિલ્લા વહીવટીતંત્રના અહેવાલ મુજબ કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા પણ છે.

રોગચાળો ફેલાવાનો તંત્રને ડર

આ તમામ વિસ્તારોમાં ચેપ અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે બ્લીચિંગ પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, જિલ્લાના 6 બ્લોકની 42 પંચાયતોના 236 ગામો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. આ વિસ્તારોમાં રાહત, બચાવ, આરોગ્ય, પીવાનું પાણી, પશુ ચિકિત્સા અને અનાજ પુરવઠા સહિતની આવશ્યક સેવાઓ સતત ચલાવવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ આ પૂરથી આશરે 4,60,963 વસ્તી અને 1,04,043 પરિવારો પ્રભાવિત થયા છે.

74 હજાર લોકોનું સ્થળાંતર

પૂરના કારણે લગભગ 74,737 લોકોએ સ્થળાંતર કર્યું છે. આ તમામ લોકો પ્રભાવિત વિસ્તારોમાંથી નીકળીને સુરક્ષિત સ્થળોએ રહી રહ્યા છે. જે લોકો રાહત અને બચાવ છાવણીઓમાં રહી રહ્યા છે, તેમના માટે જરૂરી સંસાધનો સતત પૂરા પાડવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા 54 મેડિકલ કેમ્પ લગાવવામાં આવ્યા છે, જ્યાં અત્યાર સુધીમાં 14,012 દર્દીઓની સારવાર કરવામાં આવી છે. તો બીજી તરફ પ્રભાવિત વિસ્તારોમાં પશુઓ માટે ચારા અને સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

દોઢ લાખ લોકોને મળ્યું ભોજન

આપત્તિ વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર, પ્રભાવિત વિસ્તારોમાં 133 સામુદાયિક રસોડા ચલાવવામાં આવી રહ્યા છે. અહીંથી 4, 51, 538 લોકોને ભોજન પૂરું પાડવામાં આવ્યું છે. વાહનવ્યવહાર અને રાહત-બચાવ કામગીરી માટે 128 હોડીઓ ચલાવવામાં આવી રહી છે. આ જ ક્રમમાં પ્રભાવિત વિસ્તારોમાં 55,718 પોલિથીન શીટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. તો બાળકોને પોષક તત્ત્વો પૂરા પાડવા માટે પ્રભાવિત પંચાયતોમાં 254 આંગણવાડી કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે.