India

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત

By GS Team
17 Jun 20263 mins read
TukuTouch Logo
મિઝોરમની એક જિલ્લા અદાલતે 9 વર્ષ જૂના એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે 2017માં એક સ્થાનિક આદિવાસી મહિલા સાથે ગેંગરેપ અને એસિડ એટેકના કેસમાં BSFના બે જવાનોને કઠોર કેદની સજા સંભળાવી છે. આઈઝોલના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સિલ્વી જોમુઆનપુઈ રાલ્ટેએ બંને જવાનોને ગેંગરેપના દોષી ઠેરવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત

2 BSF Jawans Sentenced To 42 Years In Prison: મિઝોરમની એક જિલ્લા અદાલતે 9 વર્ષ જૂના એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અદાલતે 2017માં એક સ્થાનિક આદિવાસી મહિલા સાથે ગેંગરેપ અને એસિડ એટેકના કેસમાં BSFના બે જવાનોને કઠોર કેદની સજા સંભળાવી છે. આઈઝોલના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સિલ્વી જોમુઆનપુઈ રાલ્ટેએ બંને જવાનોને ગેંગરેપના દોષી ઠેરવ્યા છે.

ગેંગરેપ બાદ મહિલા પર એસિડ એટેક

આ કેસ 2017નો છે. 16 જુલાઈ, 2017ના રોજ પીડિતા પોતાની એક સહેલી સાથે ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત મમિત જિલ્લામાં ગસ્કાટા નદીના ગાઢ જંગલોમાં જંગલી શાકભાજી લેવા ગઈ હતી. આ દરમિયાન સ્થાનિક બોર્ડર આઉટપોસ્ટ (BOP) પર તહેનાત BSF જવાન નીલાંજન દાસ અને દિનેશ કુમારે બંને મહિલાઓને ઘેરી લીધી હતી. જવાનોએ એક મહિલા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પોતાની ઓળખ છુપાવવા અને પીડિતાને અંધ બનાવવાના ઈરાદાથી તેના ચહેરા પર એસિડ ફેંક્યું હતું. 

સહેલીનું શંકાસ્પદ મોત

આ ભયાનક હુમલામાં પીડિત મહિલા તો કોઈક રીતે જીવિત બચી ગઈ પરંતુ તેનો ચહેરો હંમેશા માટે ખરાબ થઈ ગયો અને તેની આંખોની રોશની પણ જતી રહી. ચોંકાવનારી વાત એ રહી કે, હુમલા દરમિયાન તેની સહેલી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. ઘટનાના 11 દિવસ બાદ સ્થાનિક વિલેજ ડિફેન્સ પાર્ટી અને રાજ્ય પોલીસ દ્વારા સઘન શોધખોળ બાદ જંગલમાંથી તેનો ખરાબ રીતે સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેની હત્યા થઈ હોવાનું કોર્ટ સમક્ષ સાબિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે ઠોસ પુરાવાના અભાવે હત્યાના આરોપમાંથી બંને જવાનોને નિર્દોષ જાહેર કર્યા હતા.

કેવી રીતે સકંજો કસ્યો?

ગુનેગારોને શોધવું સરળ નહોતું. પ્રારંભિક તપાસ દરમિયાન રાજ્ય પોલીસને BSFના કેટલાક વરિષ્ઠ અધિકારીઓના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અધિકારીઓએ કથિત રીતે જવાનોની ધરપકડ અને DNA ટેસ્ટ માટે તેમના બાયોલોજિકલ સેમ્પલ આપવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. જોકે, આ મામલે અનેક સંસ્થાઓ અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના હસ્તક્ષેપ બાદ અધિકારીઓ તપાસ કરવા તૈયાર થયા હતા. ત્યારબાદ બોર્ડર આઉટપોસ્ટના ઓફિશિયલ ડ્યુટી રોસ્ટરની તપાસ કરવામાં આવી હતી. જેના પરથી એ સ્પષ્ટ થયું કે ઘટના સમયે બંને જવાનો એ જ વિસ્તારમાં હતા. બજી તરફ પીડિતાએ આઈઝોલમાં ન્યાયિક મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ આયોજિત 'ટેસ્ટ આઈડેન્ટિફિકેશન પરેડ' દરમિયાન દોષીઓની ઓળખ કરી હતી.

આ પણ વાંચો: 'જેને જવું હોય તે રાજીનામું આપે, અમે દગાખોરને છોડશું નહીં..', ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી

કોર્ટનો ચુકાદો

તપાસમાં સામે આવેલા તથ્યો, 18 સાક્ષીઓના નિવેદનો અને ફુલ્દુંગસેઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રાથમિક મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે બંને જવાનોને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બંને જવાનોને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની વિવિધ કલમો હેઠળ અલગ-અલગ કેસમાં કુલ 42 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આમાં ગેંગરેપ માટે 20 વર્ષની સખત કેદ, એસિડ એટેક માટે 12 વર્ષની સખત કેદ અને ગંભીર શારીરિક નુકસાન પહોંચાડવા માટે 10 વર્ષની સખત કેદની સજા સામેલ છે. કોર્ટે દરેક ગુના માટે દરેક દોષીને 60-60 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.