ઇન્ડોનેશિયામાં જહાજ પલટી જતાં 130 લોકો લાપતા : છ મૃતદેહો મળ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : રવિવારે જાવા સાગરમાં ૨૪૩ લોકોને લઈ જતું વર્ગો ટ્રાન્સપોર્ટ-૮ નામનું જહાજ ડૂબી ગયું હતું. આ જહાજ ઇન્ડોનેશિયાનાં બીજા નંબરના શહેર સુરાબાયાથી બંજાર-માસીન જતું હતું.
શનિવારે સ્થાનિક સમય સવારના ૧૦.૩૦ કલાકે સુરાબાયાથી રવાના થયું હતું. પરંતુ ખરાબ મોસમને લીધે રવિવારે સવારે જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ગ્રાઉન્ડ ઓપરેટરે આ માહિતી આપતાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું.
૧૩૦ યાત્રીઓ અને ક્રૂ સભ્યો લાપતા છે. ૧૦૭ લોકોને બચાવવામાં આવ્યા છે અને ૬ મૃતદેહો મળી આવ્યા છે. આ જહાજમાં કુલ ૨૪૩ યાત્રીઓ સવાર હતાં જેમાં ૨૧૩ યાત્રીઓ હતાં અને ૩૦ ક્રૂ સભ્યો હતાં.
સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓફિસના પ્રમુખ આઈ પુનુ સુદામાયાએ એક વીડીયો બ્રીફીંગમાં કહ્યું હતું કે જહાજ ખરાબ હવામાનનો સામનો કરી રહ્યું હતું. જહાજના ઓપરેટર પી.ટી.વર્કો યોએલ રીદીએ સંપર્ક તૂટી ગયો હોવાની સૂચના આપી હતી. તે પછી તે વિષે કોઈ માહિતી જ મળી નથી. એસોસિએટેડ પ્રેસના જણાવ્યા મુજબ ે બોર્નિયો દ્વિપના દક્ષિણ કાલીમંતન પ્રાંતના બંજાર માસીન શહેરમાં આ માહિતી મળતાં તુર્ત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુંં.
રવિવારે બપોરે બે વાગે જહાજ તરફથી છેલ્લે એસઓએસ મળ્યો હતો.




