Narmada

નર્મદામાં જંગલ જમીન હક્કપત્રોનો મુદ્દો ગરમાયો, ઘણા ખેડૂતો વંચિત રહી જવાની ભીતિ, ફરી આંદોલનના એંધાણ!

By GS Team
12 Nov 20262 mins read
TukuTouch Logo
નર્મદા જિલ્લામાં જંગલ જમીનના હક્કપત્રો મુદ્દે રાજકારણ ગરમાયું છે. બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ 80 હજાર હક્કપત્રોનું વિતરણ થશે, પરંતુ નર્મદાના આદિવાસી ખેડૂતો વંચિત રહેવાની ભીતિ છે. ભરૂચ સાંસદે સાગબારાના 12-15 ગામના ખેડૂતો સાથે બેઠક કરી. સેટેલાઇટ સર્વેની ખામીઓ અને વન વિભાગના અવરોધથી માત્ર 12-16 લોકોને જ હક્ક મળવાની શક્યતા છે, જેથી ખેડૂતો આંદોલનના મૂડમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદામાં જંગલ જમીન હક્કપત્રોનો મુદ્દો ગરમાયો, ઘણા ખેડૂતો વંચિત રહી જવાની ભીતિ, ફરી આંદોલનના એંધાણ!

Narmada forest land title dispute : નર્મદા જિલ્લામાં જંગલ જમીનના હક્કપત્રોને લઈને રાજકારણ ગરમાયું છે. બિસરા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે જંગલ જમીનના 80 હજાર હક્કપત્રોનું વિતરણ કરવામાં આવશે, પરંતુ આ વિતરણમાં નર્મદા જિલ્લાના આદિવાસી ખેડૂતો હક્કપત્રોથી વંચિત રહી જવાની મોટી આશંકા સેવાઈ રહી છે. આ અંગે ભરૂચ સાંસદે ખોપી ગામે સાગબારા તાલુકાના 12થી 15 ગામોના જંગલ જમીનના ખેડૂતો સાથે બેઠક યોજી હતી.

જંગલ જમીનના હક્કપત્રોને લઈ ખેડૂતો સાથે સંવાદ

નર્મદા જિલ્લામાં જંગલ જમીનના હક્કપત્રોને લઈ સાંસદે ખેડૂતો સાથે સીધો સંવાદ કરી જમીનના પ્રશ્નો અને વર્તમાન પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. સાંસદે જણાવ્યું કે, ઉમરપાડાના ખેડૂતો અને વન વિભાગના કર્મચારીઓ ખોપી ગામના ખેડૂતોને જંગલ જમીન આપવા માગતા નથી. જે ખેડૂતો પાસે વન અધિકારની સનદ છે તેમને જ સરકાર જમીનના હકો આપશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જમીનના હક મેળવવા માટે ખેડૂતોએ એકજૂટ થઈને લડત આપવી પડશે. સેટેલાઇટ સર્વેની ખામીઓને કારણે કેટલાક આદિવાસી ખેડૂતો જમીનના હકથી વંચિત રહી જવાની ભીતિ છે.

નર્મદાના માત્ર 12થી 16 લોકોને જ જમીનના હકો મળવાની સ્થિતિ

સાગબારા તાલુકાના 10થી 15 ગામોમાં જંગલ જમીનના અધિકારનો પ્રશ્ન ગંભીર બન્યો છે. 15 ગામોના ખેડૂતોના પ્રશ્નો સામે નર્મદા જિલ્લામાં માત્ર 12થી 16 લોકોને જ જમીનના હકો મળવાની સ્થિતિ છે. જેના કારણે જંગલ જમીન અને વન અધિકારના પ્રશ્ને ખેડૂતો ફરી આંદોલનના માર્ગે જાય તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે.

વન અધિકાર માટે 6થી 7 પ્રકારના પુરાવા સાથે દાવો કરી શકાય

વન અધિકાર મેળવવા અંગે ખેડૂતોને સલાહ આપતા સાંસદે જણાવ્યું કે, 6થી 7 પ્રકારના પુરાવા જેમકે દંડની પહોંચ, ખેતીના પુરાવા અને સેટેલાઈટ રેકોર્ડના આધારે વન અધિકાર માટે દાવો કરી શકાય છે. કોઈપણ રાજકીય કે અન્ય વ્યક્તિની વાતોમાં આવી નિર્ણય ન લેવા પણ આદિવાસી ખેડૂતોને સાંસદે સલાહ આપી છે. ખોપી ગામની મુલાકાત બાદ સાગબારા તાલુકામાં જંગલ જમીન અને વન અધિકારનો મુદ્દો ફરી ગરમાયો છે.