Narmada

"7 દિવસમાં ઉકેલ લાવો નહીંતર ગાંધીનગરમાં આંદોલન!": સાગબારા જંગલ જમીન વિવાદમાં આદિવાસી મહિલા આગેવાનની ચીમકી

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
નર્મદાના સાગબારા જંગલ જમીન વિવાદમાં મંત્રીઓના આશ્વાસન છતાં આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ખેતી મુદ્દે બબાલ ચાલુ છે. ખેડૂતોને ખેતી કરતા રોકવામાં આવતા 25 સપ્ટેમ્બરે આદિવાસી આગેવાન લીલા વસાવા અને વનકર્મી વચ્ચે ફરી બોલાચાલી થઈ. 7 દિવસમાં ઉકેલ ન આવતા ગાંધીનગરમાં હળ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

"7 દિવસમાં ઉકેલ લાવો નહીંતર ગાંધીનગરમાં આંદોલન!": સાગબારા જંગલ જમીન વિવાદમાં આદિવાસી મહિલા આગેવાનની ચીમકી

Narmada Sagbara Forest Land Dispute: નર્મદાના સાગબારા જંગલ જમીન વિવાદ મામલે મંત્રીઓના આશ્વાસન છતાં આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ખેતી કરવા મુદ્દે બબાલ જોવા મળી રહી છે. ખેડૂતો ખેતી કરવા જતાં વન વિભાગની ટીમ દ્વારા તેઓને રોકવામાં આવતા હોવાના ખેડૂતોના આક્ષેપ છે. સાગબારા જંગલ જમીન ખેડાણનો મુદ્દ વકર્યો છે, ત્યારે 25 સપ્ટેમ્બરની સાંજે આદિવાસી આગેવાન લીલા વસાવાની વનકર્મી સાથે ફરી બોલાચાલી થઈ હોવાનું જણાય છે.

ધરણાના પારણા થયાં પણ સાગબારા જંગલ જમીન ખેડાણનો પ્રશ્ન યથાવત્

સાગબારા જંગલ જમીનના આંદોલનના ધરણાના પારણા પૂરા થયા એનો પણ મહિનો વીતી જવા આવ્યો છે, પરંતુ ખેડૂતો ખેડાણ કરવા જતાં વનકર્મી સાથે બબાલની ઘટનાઓ હજુ પણ સામે આવી રહી છે. આમ, મંત્રી અને તંત્રના આશ્વાસન વચ્ચે ખેડૂતોની જમીન ખેડાણ મામલે કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

'7 દિવસમાં ઉકેલ લાવો, નહીં તો ગાંધીનગરમાં આંદોલન કરીશું'

સમગ્ર મામલે આદિવાસી ખેડૂત આગેવાન લીલા વસાવાએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, 'ખેડૂતોની જમીન ખેડાણને લઈને જો 7 દિવસમાં કોઈ ઉકેલ નહીં કરવામાં આવે તો ગાંધીનગર ખાતે ખેડૂતો પોતાના હળ સાથે આંદોલન પર ઉતરશે.'

મંત્રી અર્જુન મોઢવાડીયાનું અંગ્રેજી શાસન લાગી રહ્યું છે: સદ મનસુખ વસાવા

જંગલ જમીન વિવાદ વધી રહ્યો છે, ત્યારે સાંસદ મનસુખ વસાવા આજે(26 સપ્ટેમ્બર) ખોપી ગામ પહોંચ્યા હતા. વનમંત્રીએ સૂચના આપી કે, 'ખેતી ખેડતા બંધ કરો અને પકડી ને રેન્જ ઓફીસ લઈ આવો' ખેડૂતોને જમીન ખેડવા મામલે વધતાં વિવાદ મામલે મનસુખ વસાવાએ કહ્યું કે, 'મને ખબર પડી હું ખોપી પહોંચી ગયો મારા આવતાની સાથે જ જંગલખાતાના અધિકારીઓ ભાગી ગયા હતા. સાગબારાના ખેડૂતો પર જંગલ ખાતું અને પોલીસ ખાતુ જુલ્મ ગુજારે છે, એ દુઃખદ બાબત છે. મંત્રી અર્જુન મોઢવાડીયાનું અંગ્રેજી શાસન લાગી રહ્યું છે. અર્જુન મોઢવાડીયા સમજી લો, આદિવાસીઓમાં ભાગલા પાડવાનું બંધ કરી દો.'

image.png

નર્મદા જિલ્લાના સાગબારા જંગલ વિવાદ મામલે 23 દિવસ ચાલેલા આંદોલનનો 31મી ઑગસ્ટે ભાજપના બે મંત્રીઓ અને સાંસદે આંદોલનકારીઓને પારણાં કરાવીને વિવાદનો ઉકેલ લાવવાનો દાવો કર્યો હતો, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. વનમંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે, 'પેન્ડિંગ દાવા અરજીને લઈને 90 દિવસમાં સનદ મળશે.' વનમંત્રીએ આશ્વાસન આપી ફક્ત પારણાં કરાવ્યા પરંતુ આદિવાસીના હક-અધિકારો ધ્યાને ન લીધા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. આંદોલનના ધરણા પૂરા થયા પણ ખેડૂતો ખેડાણ કરવા જતાં વનકર્મી સાથે બબાલની ઘટનાઓ સામે આવી રહી છે.