Narmada

રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ: રાજવી પરિવારના બદલે નેતાઓને સ્થાન અપાતા યુવરાજ માનવેન્દ્રસિંહ લાલઘૂમ!

By GS Team
26 Aug 20261 min read
TukuTouch Logo
નર્મદાના રાજપીપળામાં હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહે વિરોધ નોંધાવ્યો છે. સમિતિમાં રાજકીય લોકોનો સમાવેશ થતાં અને રાજવી પરિવારના વંશજને સ્થાન ન મળતાં તેઓ નારાજ છે. માનવેન્દ્રસિંહે કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું કે, 25 વર્ષથી મંદિરના આર્થિક વ્યવહારનું ઓડિટ પણ થયું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ: રાજવી પરિવારના બદલે નેતાઓને સ્થાન અપાતા યુવરાજ માનવેન્દ્રસિંહ લાલઘૂમ!

Rajpipla Hindu Devasthan Samiti Dispute: નર્મદાના રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહએ સખત વિરોધ નોંધાવ્યો છે. જેમાં સમિતિની નવી નિમણૂકમાં રાજકીય પાર્ટીના લોકોનો સમાવેશ થતા યુવરાજ માનવેન્દ્રસિંહ નારાજ થયા છે.

રાજપીપળામાં હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે યુવરાજ માનવેન્દ્રસિંહનો વિરોધ

સમિતિની રચના મામલે માનવેન્દ્રસિંહએ કહ્યું કે, 'રાજવી પરિવાર દ્વારા માતાજીને રાજપીપળા લાવવામાં આવ્યા હતા. રાજવી પરિવારમાંથી માત્ર મારું જ નામ રાખવામાં આવ્યું છે. જો કે, અમે બીજાના પણ નામ આપ્યા હતા.'

આ પણ વાંચો: શ્રાવણી પૂર્ણિમાએ રક્ષાબંધન: આ વખતે ભદ્રા-ગ્રહણનો છાયો નહીં, આખો દિવસ બાંધી શકાશે રાખડી

'રાજવી પરિવારના વંશજ ના હોય તો અન્યાય થયો કહેવાય…'

રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક રાજપરિવાર સાથે પરામર્શ કર્યા વિના કરવામાં આવી હોવાને લઈને યુવરાજ માનવેન્દ્રસિંહએ કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. વધુમાં માનવેન્દ્રસિંહએ જણાવ્યું કે, 'મંદિરમાં ધર્મની વાતમાં રાજકીય લોકો ના આવવા જોઈએ. આ નિમણૂકમાં રાજવી પરિવારના વંશજ ના હોય તો અમને અન્યાય થયો છે તેમ કહેવાય. 25 વર્ષથી મંદિરના આર્થિક વ્યવહારનું ઓડિટ પણ કરવામાં આવ્યું નથી.'