Narmada

નર્મદામાં જંગલ જમીન મુદ્દે રાજકારણ ગરમાયું, ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ આમને-સામને

By GS Team
14 Nov 20262 mins read
TukuTouch Logo
નર્મદા જિલ્લામાં આદિવાસીઓને જંગલની જમીનના હક્ક અપાવવાના મુદ્દે ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા આદિવાસીઓને જમીન અપાવવા સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. જ્યારે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુબેર ડિંડોરે આ પ્રશ્ન નર્મદા જિલ્લાનો ન હોવાનું જણાવી સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. આદિવાસી સમાજમાં પણ આ મુદ્દે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદામાં જંગલ જમીન મુદ્દે રાજકારણ ગરમાયું, ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ આમને-સામને

Narmada tribal forest land rights issue : નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકોને જંગલની જમીનના હક્ક અપાવવાના મુદ્દે હવે શાસક પક્ષ ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચેનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. એક તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવા આદિવાસીઓને જંગલની જમીન અપાવવા માટે ખુલ્લેઆમ મેદાને પડ્યા છે અને સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભાજપના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુબેર ડિંડોરે આ સમગ્ર પ્રશ્ન નર્મદા જિલ્લાનો હોવાનો જ સ્પષ્ટ ઈન્કાર કરી દેતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

જંગલ જમીન હક્ક મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામે!

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતા અને ખેતી કરતા આદિવાસી પરિવારોને જંગલની જમીનના માલિકી હક્ક (સનદ) મળ્યા ન હોવાની બૂમો લાંબા સમયથી ઊઠી રહી છે. આ મામલે આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે ભરૂચના સાંસદ સતત સક્રિય જોવા મળી રહ્યા છે. તેમણે આદિવાસીઓને તેમના બંધારણીય હક્ક મુજબ જંગલની જમીન અપાવવા માટે સરકારના વિવિધ સ્તરે રજૂઆતોનો દોર શરૂ કર્યો છે.

જોકે, સાંસદની આ રજૂઆતો અને લડત વચ્ચે છોટાઉદેપુર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ભાજપના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી કુબેર ડિંડોરે સાવ વિરોધાભાસી નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા છે. જંગલની જમીનના પ્રશ્ન અંગે ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જંગલની જમીનનો આ પ્રશ્ન નર્મદા જિલ્લાનો છે જ નહીં. વધુમાં તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, જો ખરેખર નર્મદા જિલ્લાનો આવો કોઈ પ્રશ્ન હશે, તો તેઓ પોતે પણ તેનો ઉકેલ લાવવા માટે તૈયાર છે.

આદિવાસીઓની જંગલની જમીનનો પ્રશ્ન ઉકેલાશે કે કેમ?

ભાજપના જ એક સાંસદ અને એક ધારાસભ્યના આ પ્રકારના પરસ્પર વિરોધી નિવેદનોને કારણે નર્મદા પંથકના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. એક તરફ સાંસદ જમીનના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પક્ષના જ અન્ય નેતા દ્વારા આ મુદ્દાના અસ્તિત્વ સામે જ સવાલ ઊભો કરવામાં આવતા આદિવાસી સમાજમાં પણ અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. હવે જોવાનું એ રહેશે કે પક્ષના બે મોટા નેતાઓ વચ્ચેના આ નિવેદનબાજીના જંગ બાદ આદિવાસીઓની જંગલની જમીનનો પ્રશ્ન ઉકેલાય છે કે કેમ?