Narmada

PM મોદીનો ગુજરાત પ્રવાસ: નર્મદા ઘાટ પર મહાઆરતીમાં રહ્યા ઉપસ્થિત; આજે 'એકતા પરેડ'માં ભાગ લેશે

By GS Team
30 Oct 20261 min read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. બનાસકાંઠામાં કાર્યક્રમ બાદ તેઓ એકતાનગર પહોંચ્યા હતા. ત્યાં તેમણે 'એકતા પ્રકાશ પર્વ'ની મુલાકાત લીધી અને નર્મદા ઘાટ પર મહાઆરતીમાં હાજરી આપી હતી. 31 ઓક્ટોબરે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચરણ પૂજન કરશે અને વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. બાદમાં 'એકતા પરેડ'માં ભાગ લઈને દિલ્હી પરત ફરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

PM મોદીનો ગુજરાત પ્રવાસ: નર્મદા ઘાટ પર મહાઆરતીમાં રહ્યા ઉપસ્થિત; આજે 'એકતા પરેડ'માં ભાગ લેશે

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબર બે દિવસીય ગુજરાત પ્રવાસ છે, ત્યારે શુક્રવારે(30 ઓક્ટોબર) બનાસકાંઠા ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદી સાંજે એકતાનગર પહોંચ્યા હતા. જ્યાં 'એકતા પ્રકાશ પર્વ'ની મુલાકાત લીધા પછી નર્મદા ઘાટ ખાતે મહાઆરતીમાં વડાપ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. આ પછી વડાપ્રધાન સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા.

નર્મદા ઘાટ પર મહાઆરતીમાં વડાપ્રધાન મોદી રહ્યા ઉપસ્થિત

નર્મદાના એકતાનગર ખાતે વડાપ્રધાન મોદીએ 'એકતા પ્રકાશ પર્વ' પર રોશનની અદભૂત કૃતિઓ નીહાળી અને ‘ભારત પર્વ’નું ઉદ્ઘાટન કર્યું હતુ. નર્મદા ઘાટ પર મહાઆરતી સમયે 'નર્મદે હર… જીવનભર'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

31 ઓક્ટોબર 2026ના રોજ કાર્યક્રમ

  • સવારે 8:45 વાગ્યે: સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના
  • સવારે 9:00 થી 9:10: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચરણ પૂજન કરશે
  • સવારે 9:15 થી 9:30: સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીનું અનાવરણ કરશે
  • સવારે 9:35 વાગ્યે: નવી વિસ્ટાડોમ બસ દ્વારા 'રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ' સુધી સફર કરશે
  • સવારે 9:40 થી 10:00: 'રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ'ની મુલાકાત લેશે
  • સવારે 10:00 થી 10:30: 'બોન્સાઈ ગાર્ડન'ની મુલાકાત લેશે
  • સવારે 10:45 થી સાંજે 5:10: સર્કિટ હાઉસ જશે
  • સાંજે 5:15 વાગ્યે: સર્કિટ હાઉસથી એકતા પથ જવા રવાના
  • સાંજે 5:30 થી 7:40: 'એકતા પરેડ'માં ભાગ લેશે
  • રાત્રે 8:00 વાગ્યે: એકતા નગરથી બાય રોડ વડોદરા એરપોર્ટ જવા રવાના
  • રાત્રે 9:10 વાગ્યે: વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના