'બાપુ, મેલું ઉપાડવાની વાત તમને ન શોભે': શંકરસિંહ વાઘેલા પર સાંસદ મનસુખ વસાવાનો પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mansukh Vasava Hits Back at Shankersinh Vaghela: નાંદોદના ધારાસભ્ય દર્શનાબહેન દેશમુખ અને ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા હાલ ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા માટે ગામેગામ બેઠકો યોજી રહ્યા છે. ગરુડેશ્વર તાલુકાના વઘરાલી ગામે યોજાયેલી બેઠક દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના મેલું ઉપાડવા અને ભીલપ્રદેશ અંગે આપવામાં આવેલા વિવાદિત નિવેદનો પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત તેમણે વિપક્ષી નેતાઓ ચૈતર વસાવા અને અનંત પટેલ પર પણ આકરા આક્ષેપો કર્યા હતા.
'તમે સત્તામાં હતા ત્યારે ભીલપ્રદેશ કેમ ન આપ્યો?'
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ શંકરસિંહ વાઘેલા (બાપુ) પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, 'તમે (બાપુ) મેલું ઉપાડવાની વાત કરો છો તે તમને ના શોભે, આવી વાતો ન કરવી જોઈએ. ભાજપ સાથે જોડાયેલી જ્ઞાતિઓને ટાર્ગેટ કરવામાં આવે છે અને અમુક જ્ઞાતિઓને બચાવવાનો પ્રયાસ થાય છે. બાપુને જંગલની જમીનનો પ્રશ્ન કેવી રીતે ઉકેલી શકાય તેની વાત કરવી જોઈતી હતી, પરંતુ તે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.'
તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, 'તમને અચાનક ભીલપ્રદેશ માટે લાગણી કેમ જાગી? તમારી સરકાર હતી અને તમે જ્યારે મુખ્યમંત્રી કે કેન્દ્રમાં કાપડ મંત્રી હતા ત્યારે ભીલપ્રદેશ કેમ ન આપ્યો?. આદિવાસીઓની સાચી લાગણી અમને હોય.'
ભીલપ્રદેશની માંગ પર 'આપ' અને વિપક્ષ ઘેરાયા
ભીલપ્રદેશની અલગ રાજ્યની માંગણી અંગે બોલતાં સાંસદ વસાવાએ ઉમેર્યું હતું કે, 'ભીલપ્રદેશ મુદ્દે પહેલા તમામ વિપક્ષી નેતાઓ એક મંચ પર ભેગા થઈને એકમતે સહમત થાય. આપના ધારાસભ્ય ચૈતર વસાવા કેવડિયાને રાજધાની બનાવવાની માંગ કરે છે, જ્યારે રાજસ્થાનના સાંસદ માનગઢને અને મધ્ય પ્રદેશના નેતાઓ ત્યાં રાજધાની માંગે છે. પહેલા એક મત પર સહમત થાવ પછી માંગ કરો. જો એકતા થાય તો હું પોતે સરકાર સામે નેતૃત્વ લેવા તૈયાર છું.'




