Narmada

નર્મદામાં રેડ ઍલર્ટ વચ્ચે આરોગ્ય તંત્રનું ઓપરેશન સેફ ડિલિવરી: 72 કલાકમાં 101 સગર્ભાઓ શિફ્ટ કરાઈ, 25ની સફળ પ્રસૂતિ

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે આરોગ્ય વિભાગે 'ઓપરેશન સેફ ડિલિવરી' હાથ ધર્યું હતું. 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન 142 સગર્ભા મહિલાઓમાંથી 101ને સુરક્ષિત સ્થળે ખસેડી હોસ્પિટલમાં દાખલ કરાઈ. અત્યાર સુધીમાં 25 મહિલાઓની સફળ ડિલિવરી થઈ છે, જેમાં માતા અને નવજાત શિશુઓ સ્વસ્થ છે. 108 એમ્બ્યુલન્સની મદદથી આ કામગીરી કરાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદામાં રેડ ઍલર્ટ વચ્ચે આરોગ્ય તંત્રનું ઓપરેશન સેફ ડિલિવરી: 72 કલાકમાં 101 સગર્ભાઓ શિફ્ટ કરાઈ, 25ની સફળ પ્રસૂતિ

Operation Safe Delivery In Narmada: નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને રેડ ઍલર્ટની સ્થિતિને પગલે આરોગ્ય વિભાગ દ્વારા પૂરની સંભવિત અસરવાળા વિસ્તારોમાં 'ઓપરેશન સેફ ડિલિવરી' હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ હેઠળ 30મી જુલાઈથી પહેલી ઓગસ્ટ દરમિયાન તાકીદના ધોરણે સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડીને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી.

આરોગ્ય ટીમો દ્વારામી 15 ઓગસ્ટ સુધીની સંભવિત ડિલિવરી ડેટ ધરાવતી 142 સગર્ભા બહેનોની ઓળખ કરવામાં આવી હતી. જેમાંથી 101 સગર્ભાઓને સલામતીના ભાગરૂપે પ્રાથમિક અને જિલ્લા કક્ષાના આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કરવામાં આવી હતી.

25 પ્રસૂતાઓની સફળ ડિલિવરી, તમામ સ્વસ્થ

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, શિફ્ટ કરાયેલી મહિલાઓમાંથી અત્યાર સુધીમાં 25 સગર્ભાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. હાલ તમામ નવજાત બાળકો અને તેમની માતાઓ સ્વસ્થ છે.

તાલુકાવાર ડિલિવરીના આંકડા
•ગરુડેશ્વર: 6
•નાંદોદ: 6
•તિલકવાડા: 3
•સાગબારા: 4
•દેડીયાપાડા: 1
•અન્ય કેન્દ્રો: 5

ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થવાની કે સંપર્ક તૂટવાની શક્યતાઓને ધ્યાને રાખીને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રોની મદદથી આ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.