દેડીયાપાડા નગરમાં વિસ્ફોટક પદાર્થ સાથે એક શખ્સ ઝડપાયો

-અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યાે

રાજપીપળાઃ નર્મદા જિલ્લાજા દેડીયાપાડા  પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી  આજરાેજ નર્મદા એસ ઓ જી એ બાતમીના આધારે વિસ્ફોટક પદાર્થ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.

દેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા રમઝાન મોહંમદ કાસમ મોહંમદ રંગરેજ હાલ (રહે,ઝંખવાવ,મામાકળિયુ તા.માંગરોલ ,સુરત) (મૂળ રહે.કાનિયા તા.કુરડા જી.ભીલવાડા રાજસ્થાન) પાસેથી  ગેરકાયદે વગર પાસ પરમીટનો વિસ્ફોટક પદાર્થ 22 સે.મી.લંબાઇની જીલેટીન સ્ટીક નંગ -172 રૂ 10,320 તથા ઈલેક્ટ્રીક ડીટોનેટર વાયર સાથે નંગ-171 ની  રૂ.1710 ,એક  સાદો  મોબાઈલ,બે સીમકાર્ડવાળો મોબાઇલ-1  રૂ 2000 ,ફોર્ડ- 3600  ટ્રેક્ટર સહિત   રૂ.1,૦૦,૦૦૦ મળી  રૂ 1,15,230 નો મુદ્દામાલ સાથે પકડાઇ ગયો હતો.

 ગોપાલભાઇ ચૌધરી (રહે.ખાપર તા.અક્કલકુવા જી.નંદુરબાર મહારાષ્ટ્રને વોન્ટેડ જાહેર કરી દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એમ્પ્લોઝીવ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.  

City News

Sports

RECENT NEWS