Mumbai

પુણેમાં ગણેશોત્સવમાં ડીજેનો વિરોધ કરતા યુવક પર જાહેરમાં હુમલા

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
પુણેમાં ડીજે સિસ્ટમના ઉપયોગનો વિરોધ કરી રહેલા એક્ટિવિસ્ટ વિદ્યાનંદ બાપટ પર ગુરુવારે સવારે તિલક રોડ પર હુમલો થયો. ગણેશ મંડળના ભૂતપૂર્વ પ્રમુખ સંતોષ ચવ્હાણે લાઈવ પ્રસારણ દરમિયાન બાપટ પર હુમલો કર્યો હતો. મુખ્યમંત્રી ફડણવીસે હુમલાની નિંદા કરી, આરોપીની ધરપકડ કરાઈ છે. સંતોષે કહ્યું, ગણેશોત્સવ વિશે બોલનારને ફટકારીશ.

Summarized by AI; it may make mistakes. Check important info

પુણેમાં ગણેશોત્સવમાં ડીજેનો વિરોધ કરતા યુવક પર જાહેરમાં હુમલા

અગાઉ પણ મ્યુનિ. બેઠકમાં ગણેશ મંડળના પદાધિકારીઓ આક્રમક બન્યા હતાઃ હુમલાખોરે કહ્યું જે પણ બોલશે તેને ફટકારીશ

મુંબઈ-     પુણેમાં   તહેવારો દરમિયાન હાઇ-ડેસિબલ ડીજે સિસ્ટમ અને લાઉડસ્પીકરના ઉપયોગનો વિરોધ કરી રહેલા  એક્ટિવિસ્ટ વિદ્યાનંદ બાપટ પર ગુરુવારે સવારે એક વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

     વિદ્યાનંદ બાપટ છેલ્લા કેટલાક દિવસોથી પુણેમાં જાહેર ઉત્સવોમાં ડીજે અને લાઉડસ્પીકરના અમર્યાદિત ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની જોરદાર માંગ કરી રહ્યા છે.  તેઓ આ મુદ્દા પર આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ તિલક રોડ પર ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે  લાઇવ પ્રસારણ ચાલી રહ્યું હતું. તે સમયે ગુલાબી શર્ટ પહેરેલો એક યુવાન ત્યાં આવ્યો હતો. તમને આનો વિરોધ કરવાનું કોણે કહ્યું? એમ તેણે પૂછયું અને બાપટ સાથે દલીલ કરી  હુમલો   મને તેને વધુ બે વાર મારવા દો એમ કહી હુમલો કર્યો હતો.

      આ ઘટનાથી ભારે આક્રોશ ફેલાયો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે અને કોઈપણ વ્યક્તિ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા બદલ હુમલો કરવો ખોટું છે.

    હુમલા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને કાર્યકર્તાને પોલીસ વાનમાં લઈ ગઈ હતી.

   કથિત હુમલાખોરની ઓળખ સંતોષ ચવ્હાણ તરીકે થઈ છે.આરોપી સંતોષ પુણેના કોથરુડ વિસ્તારના રાઉતવાડીનો રહેવાસી છે અને એક બાંધકામ કંપનીમાં કામ કરે છે. તે રાઉતવાડીમાં  પ્રિયદશની ગણેશ મંડળનો ભૂતપૂર્વ પ્રમુખ છે.

અગાઉ ગત મહિને પણ મ્યુનિસિપલ કોર્પોરેશને યોજેલી બેઠકમાં તેમણે ડીજે સિસ્ટમ પર પ્રતિબંધની માંગ કરતાં  ગણેશ મંડળોના પ્રતિનિધિઓ આક્રમક બન્યા હતા. જેના કારણે પોલીસે તેમને હોબાળા વચ્ચે બિલ્ડિંગની બહાર કાઢયા હતા. તેમણે ડીજે પર પ્રતિબંધ માટે આપેલા તર્કનો વીડિયો બહુ વાયરલ થયા છે. અનેક લોકોએ તેમને ટેકો જાહેર કર્યો છે.

      બાપટને માર માર્યા બાદ મીડિયા સાથે વાત કરતા સંતોષ ચવ્હાણે કહ્યું,  તે (વિદ્યાનંદ બાપટ) સતત ટીકા કરે છે, તેમને વધુ માર મારવો જોઈએ. પુણે શહેરમાં ગણેશોત્સવ વિશે જે કોઈ બોલશે , તેમને પણ એ જ રીતે માર મારવામાં આવશે.