Mumbai

તમારું સ્થાન જેલમાં છેઃ સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવની ઝાટકણી કાઢી

By GS Team
6 Oct 20263 mins read
TukuTouch Logo
ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે અભિનેતા રાજપાલ યાદવને આકરો ઠપકો આપ્યો છે. મુંબઈમાં એક ખાનગી કંપનીના રૂ. 2 કરોડ ચૂકવવામાં નિષ્ફળ રહેતા, કોર્ટે તેમને મંગળવાર સુધીમાં રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. CJI સૂર્યકાંત, જસ્ટિસ બાગચી અને મોહનાની ખંડપીઠે યાદવની વાયદાખોરીની ઝાટકણી કાઢી અને બુધવારે કેસની સુનાવણી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમારું સ્થાન જેલમાં છેઃ સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવની ઝાટકણી કાઢી

મંગળવાર સુધીમાં સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીમાં બે  કરોડ જમા કરવા  છેલ્લી તક અપાઈ

ચેક બાઉન્સના કેસમાં નાણાં ચૂકવવાના આપેલા વાયદાઓનું યાદવે પાલન કર્યું ન હતું

બુધવારે એ કેસને પ્રથમ  કેસ તરીકે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે

મુંબઈ -  ચેક બાઉન્સના કસોમાં એક ખાનગી કંપનીની બાકી રકમ પેટે નાણાં જમા કરવા આપેલી બાહેધરીનું પાલન નહીં કરવા બદલ સુપ્રીમ કોર્ટે સોમવારે અભિનેતા રાજપાલ યાદવની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત જસ્ટિસ જોયમ ાલા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે સુનાવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં રૃ.બે કરોડ જમા કરવા સુપ્રીમ કોર્ટે ૧૫મી સપ્ટેમ્બરે યાદવને બે સપ્તાહનો સમય આપ્યો હતો. બે સપ્તાહનો સમય પૂરો થઈ ગયો છે તે પછી પાંચમી ઓક્ટોબર  સુધીમાં પેમેન્ટ કરાયું નથી તે મુદ્દે કોર્ટે ટીકા કરી હતી.

યાદવના એડવોકેટે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે (ફરિયાદી) તેઓ ગરીબ નથી.  જસ્ટિસ બાગચીએ કહ્યું કે ''તેઓ તમારાથી ધનવાન હોય શકે છે પણ તમે જેટલી રકમ તેમની લીધી  છે  તેટલી રકમથી તેઓ ગરીબ છે. આ પ્રકારના અહંકારને યોગ્ય સ્થાને મૂકવાની જરૃર છે. ક્યારે મોં ખોલવું તેની તમને જાણ હોવી જોઈએ. તમ ારું સ્થાન  જેલમાં છે.

મંગળવાર સુધીમાં પેમેન્ટ ચૂકવી દેવા બેન્ચે નિર્દેશ આપ્યા હતા અને બુધવારે પ્રથમ કેસ તરીકે આ કેસને સ્થાન આપ્યું હતું યાદવની અપીલ  ફગાવી શકાય છે પણ નાણાં પાછા મેળવવાની ફરિયાદીની તક જોખમમાં મૂકાઈ શકે છે તેવું બેન્ચે કહ્યું હતું. સોમવાર સુધીમાં પેમેન્ટ કરી દેવા યાદવને નિર્દેશ આપ્યા હતા પણ તેમણે અનુપાલન કર્યું નથી તેવું બેન્ચે કહ્યું હતું.

યાદવના એડવોકેટે રૃ.૫૦ લાખની ડિમાન્ડ ડ્રાફટની નકલ રજૂ કરી હતી અને બેન્ક ડ્રાફટ આગળ મોકલવાની પ્રક્રિયા કરી રહી છે તેવું કહ્યું હતું. બેન્ચે કહ્યું હતું કે ''આ શું ખરો છે કે નહીં? અમને ખબર નથી. ફરિયાદીના એડવોકેટે કહ્યું હતું કે કોર્ટના નિર્દેશોનું  પાલન કરવામાં અભિનેતા વારંવાર નિષ્ફળ ગયા છે. તેમણે કહ્યું કે ''તે ફિલ્મના અભિનેતા છે. તેઓ અહીં પણ અભિનય કરી રહ્યા છે. આ સંસ્થાના (સુપ્રીમ કોર્ટના) ગૌરવ માટે તેમને કોઈ માન નથી.'

૨૦૧૩માં યાદવે રૃ.૧.૦૫ કરોડના સાત ચેક આપ્યા હતા તેવું ફરિયાદીએ કહ્યું હતું. ૨૦૧૦માં ફરિયાદીએ યાદવને  રૃ.પાંચ કરોડ આપ્યા હતા તે પાછા આપવા યાદવે આપેલા સાત ચેકો બાઉન્સ થયા હતા તેવું ફરિયાદીએ કહ્યું હતું. યાદવ તેમના પત્ની અને તેમની કંપનીએ વ્યાજ સહિત લગભગ રૃ.૧૧ કરોડ ચૂકવવા પક્ષકારો વચ્ચે ૨૦૧૨માં કરાર થયો હતો. તેવું ફરિયાદીએ કહ્યું હતું.

૧૫મી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે તમને કોર્ટની શરણે આવવાનો સમય લંબાવીને પાંચમી ઓકટોબર સુધીનો કર્યો હતો.

બેન્ચે કહ્યું કે ''તે નાટક કરવામાં પ્રવિણ છે.. કોર્ટેના અગાઉના આદેશોનું પાલન થયું નથી.  યાદવની વર્તણૂંક ભરોસો જગાવતી નથી પણ તેમને છેલ્લી તક આપવામાં આવશે. બાકીની રકમ ચૂકવવા નક્કર દરખાસ્ત લાવવા બે સપ્તાહનો સમય માંગ્યો હતો અને પોતાની દરખાસ્ત સાબિત કરવા રૃ.બે કરોડ જમા કરશે તેવું યાદવ વતી સિનિયર એડવોકેટ પી.એસ.પાતવાલિયાએ વિનંતી કરી હતી. યાદવ જેલમાં સાડા ચાર  મહિના રહ્યા હતા અને ફિલ્મ ઉદ્યોગમાંના તેમના  મિત્રોએ તેમને જામીન આપ્યા હતા.

યાદવે પોતાના વાયદાઓ નિભાવ્યા નથી આથી તેમને નાણાંની ચિંતા છે તેવું ફરિયાદી વતી સિનિયર એડવોકેટ અજિત સિંહાએ  ફરિયાદી મેસર્સ મુરલી પ્રોજેકટ, પ્રાઈવેટ લિમિટેડ વતી રજૂઆત કરી હતી.

૨૦૧૯માં સેશન્સ કોર્ટે યાદવ સામેના ચેક બાઉન્સના સંખ્યાબંધ કેસોમાં યાદવને દોષિત ઠરાવવાના ચુકાદાને દિલ્હી  હાઈકોર્ટે ૧૦મી જુલાઈએ યથાવત રાખ્યો હતો અને તેમને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી.  અભિનેતાએ અગાઉ ચૂકવેલા રૃ.બે કરોડ એડજસ્ટ કરવા દિલ્હી હાઈકોર્ટે સંમતિ આપી હતી અને ઉપલી કોર્ટમાં ચુકાદાને પડકારવા યાદવને બે મહિનાનો સમય આપી ત્યાં સુધી સજા સસ્પેન્ડ રાખી હતી. સર્વ પ્રથમ મેજિસ્ટ્રેટની કોર્ટે એપ્રિલ ૨૦૧૮માં ચેકબાઉન્સ કેસોમાં ૬ મહિનાની સજા કરી હતી જે પછી ઘટાડીને ત્રણ મહિનાની કરવામાં આવી હતી. પાંચમી  ફેબુ્રઆરીએ રાજપાલ  યાદવે આત્મસમર્પણ કર્યું હતું. અને જેલમાં રહ્યા હતા.  રૃ.૧.૫ કરોડ જમા કર્યા પછી તેમને વચગાળાની રાહત મળી હતી. દિલ્હી હોઈકોર્ટે તેમને વચગાળાની રાહત આપી હતી તે પછી બાકીની રકમ જમા કરવામાં વિલંબ થતા હાઈકોર્ટે તેમને ત્રણ મહિનાની જેલની સજા કરી હતી જેની સામે યાદવે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી.