Mumbai

મતદાર યાદીમાં સુધારણાની કામગીરી બજાવતા યુવાન શિક્ષકનું હાર્ટઅટેકથી મૃત્યુ

By GS Team
26 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈના ચેમ્બુર કેમ્પની હિન્દી સ્કૂલના શિક્ષક કૈલાશ ભોપર (ઉ.વ. 37) નું SIR કામગીરીના તણાવથી હાર્ટએટેકથી મૃત્યુ થયું. પત્ની કવિતા ભોયરે પનવેલના ખાંદેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પતિ સતત તણાવમાં રહેતા હતા. 10 દિવસ પહેલાં ઘાટકોપરના એક શિક્ષિકાએ પણ SIR કામગીરીના તણાવથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

મતદાર યાદીમાં સુધારણાની કામગીરી બજાવતા યુવાન શિક્ષકનું હાર્ટઅટેકથી મૃત્યુ

અગાઉ ઘાટકોપરમાં શિક્ષિકાએ આત્મહત્યાનો પ્રયાસ કરેલો

એસ.આઇ.આર.ની કામગીરીના તણાવને કારણે મૃત્યુનો પત્નીનો આરોપ ઃ પોલીસમાં ફરિયાદ

મુંબઇ -  મુંબઇ મહાપાલિકાની ચેમ્બુર કેમ્પ સ્થિત હિન્દી સ્કુલના શિક્ષક કૈલાશ ભોપર (ઉ.વ.૩૭) બી.એલ.ઓ. (બૂથ લેવલ ઓફિસર) તરીકે એસઆઇઆર (સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન)થી કામગીરી બજાવતા હતા ત્યારે હાર્ટઅટેક આવતા મૃત્યુ થયું હતું. શિક્ષકનું મૃત્યુ એસ.આઇ.આરની કામગીરીના બોજાને લીધે થયું હોવાનો તેમની પત્નીએ આરોપ કરી પનવેલના ખાંદેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૃત્યુ પામેલા શિક્ષકની પત્ની કવિતા ભોયરે પોલીસને જણાવ્યું હતું કે તેના પતિ સતત ટેન્શનમાં જ રહેતા હતા. અસ્વસ્થતાની  અને હાથ-પગમાં દુઃખાવાની સતત ફરિયાદ કરતા હતા.

મુંબઇના ઉપનગર જિલ્લા અધિકારી ઔરભ કટિયારે જણાવ્યું હતું કે એફ.આઇ.આર. નોંધાઇ હોવાથી પોલીસ તપાસ કરશે ઉપરાંત પ્રશાસન તરફથી પણ ચોક્કસ તપાસ કરવામાં આવશે.

દસ દિવસ પહેલાં ઘાટકોપર પશ્ચિમની પ્રાથમિક  શાળાના શિક્ષકાએ વધુ પડતી ઘેનની ગોળી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

મુંબઇ મહાપાલિકાના ૭ હજાર કર્મચારીઓ બીએલઓ તરીકે ફરજ બજાવે છે. તેમાં ૩૩૦૦ મ્યુનિસિપલ સ્કૂલના શિક્ષક-શિક્ષિકા છે.