Mumbai

ગુજરાતી યુવા નાટય કલાકાર ધુ્રવ મોતાનું અકાળે અવસાન

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં ગુજરાતી રંગભૂમિના યુવા કલાકાર ધ્રુવ મોતા (ઉં.વ. 33)નું નિધન થયું છે. ગયા સપ્ટેમ્બરમાં તેમની બંને કિડની ફેઈલ થઈ હતી. હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક બાદ તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. જાણીતા દિગ્દર્શક કમલેશ મોતાના પુત્ર ધ્રુવના અકાળે અવસાનથી કલાજગતમાં શોક છવાયો છે. તેમની પ્રાર્થનાસભા 22 જુલાઈએ ભારતીય વિદ્યાભવન, ચોપાટી ખાતે યોજાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતી  યુવા નાટય કલાકાર ધુ્રવ મોતાનું અકાળે અવસાન

૩૩ વર્ષની વયે બંને કિડની ફેઈલ થઈ હતી, હાર્ટ એટેક આવ્યા બાદ બ્રેેઈન સ્ટ્રોક આવ્યો

મુંબઈ -  ગુજરાતી રંગભૂમિ પર અનેક નાટકોમાં ભૂમિકા ભજવી ચૂકેલા આશાસ્પદ યુવા કલાકાર ધુ્રવ મોતા (ઉં.વ.૩૩)નું આજે અવસાન થયું હતું.

ધુ્રવના પિતા અને જાણીતા દિગ્દર્શક, નિર્માતા, અભિનેતા કમલેશ મોતાનું થોડા વર્ષ પહેલાં જ અવસાન થયા પછી ધુ્રૂવ પરિવારનો આધારસ્તંભ બની રહ્યો છે.

ગયા વર્ષ સપ્ટેમ્બરમાં ધુ્રવની બંને કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટની તૈયાર થતી હતી ત્યાં હાર્ટએટેક આવતા આ કામગીરી થંભી ગઈ હતી. ત્યાર બાદ આ મહિને ટ્રાન્સપ્લાન્ટ માટે ફરી તૈયારી શરૃ કરવામાં આવ્યા પછી ગયા રવિવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યો પછી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. ગઈકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા પછી આજે અંતિમ શ્વાસ લીધો હતો. સદગતની પ્રાર્થનાસભા ૨૨મી જુલાઈએ બુધવારે બપોરે ૩થી ૪.૩૦ કલાકે ભારતીય વિદ્યાભવન, ચોપાટી ખાતે રાખવામાં આવી છે.