Mumbai

તારા પિતાની હત્યા કરી, હવે તારો વારોઃ ઝિશાન સિદ્દિકીને ધમકી

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં NCP (અજીત પવાર જૂથ)ના MLC ઝીશાન સિદ્દીકીને વોન્ટેડ ગેંગસ્ટર ઝિશાન અખ્તરે સોશિયલ મીડિયા વોઈસ નોટ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અખ્તર, જે બાબા સિદ્દીકી હત્યા કેસનો આરોપી છે, તેણે વોઈસ નોટમાં હત્યાની જવાબદારી સ્વીકારી અને ઝિશાનને ધમકાવ્યો. જોકે, આ અંગે કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ નથી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ઓડિયોની સત્યતાની તપાસ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તારા પિતાની હત્યા કરી, હવે તારો વારોઃ ઝિશાન સિદ્દિકીને  ધમકી

ગેંગસ્ટર ઝિશાન અખ્તરે વોઈસ  નોટ મોકલી

કોઈ ઔપચારિક ફરિયાદ નહિઃ ક્રાઈમ બ્રાન્ચે ઓડિયોની સત્યતાની તપાસ હાથ ધરી

મુંબઈ -      મુંબઈ એનસીપી (અજીત પવાર જૂથ)ના એમએલસી  ઝિશાન સિદ્દીકીને  સોશિયલ મીડિયા વોઇસ નોટ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે.  ઝીશાનના પિતા બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપી વોન્ટેડ ગેંગસ્ટર ઝિશાન અખ્તર દ્વારા આ ધમકી આપવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ ઓડિયોની સત્યતા ચકાસી રહી છે. આ મામલે કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

    ગેંગસ્ટર ઝિશાન અખ્તર દ્વારા સોશિયલ મીડિયા પર એક વોઇસ નોટ દ્વારા ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીના પુત્ર ઝિશાન સિદ્દીકીને  મારી નાખવાની ધમકી મોકલવામાં આવી હોવાનું કહેવાય છે.અખ્તર વિદેશમાં  હોવાનું માનવામાં આવે છે. અખ્તર બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુખ્ય કાવતરાખોરો અને આરોપીઓમાંનો એક છે. હાલમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો  છે.

   સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વોઇસ નોટમાં ગેંગસ્ટરે કથિત રીતે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી હતી અને ઝિશાન સિદ્દીકીને ધમકી આપતા કહ્યું હતું કે મેં તારા પિતાની હત્યા કરી છે, અને હવે તારો વારો છે. તું મારી બધી ગતિવિધિઓમાં દખલ કરી રહ્યો છે. કેટલીપણ  ક્રાઇમ બ્રાન્ચ પાસે દોડી જા... મેં તારા વિરુદ્ધ ફતવો જારી કર્યો છે. તારી સુરક્ષાાં વધારો કર.

   મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર  ઝિશાન  કે તેના પરિવારના કોઈ સભ્યએ આ કથિત ધમકી અંગે ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી. ઝિશાન  હાલમાં ભારતની બહાર છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વાયરલ ઓડિયો ક્લિપની સત્યતા ચકાસવા અને તેના ોતને શોધવા માટે તેની ટેકનિકલ તપાસણી શરૃ કરી છે. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ઝિશાનનું નિવેદન ભારત પરત ફર્યા બાદ નોંધવામાં આવશે.