કોસ્ટલ રોડ ટનલમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ, વીડિયો વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કારચાલક નશામાં ધૂત હોવાનો દાવો
ત્રણ માસમાં બીજો બનાવઃ ટનલમાં રિયલ ટાઈમ મોનિટરિંગ થાય છે કે કેમ તે સવાલ
મુંબઈ - મુંબઈના કોસ્ટલ રોડની ટનલમાં એક કાર કથિત રીતે જોખમી અને વિરુદ્ધ દિશામાં દોડતી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાને કારણે કોસ્ટલ રોડ પર ફરી મુસાફરોના સલામતી અંગે ચિંતાઓ ઉભી થઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં કાર કોસ્ટલ રોડની ટનલમાં વિરુદ્ધ દિશામાં આગળ વધતી જોવા મળી હતી. વીડિયો બનાવનાર શખ્સે વિરુદ્ધ દિશામાં દોડતી કારનો ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોસ્ટલ રોડ મુંબઈના મહત્વના ઝડપી માર્ગોમાંનો એક હોવાથી અહીં વાહનોની ગતિ સામાન્ય રસ્તાઓની સરખામણીએ વધુ રહે છે. જેથી વિરુદ્ધ દિશામાં દોડતી કારને કારણે ટનલમાં રહેલ વાહનચાલકો અને અન્ય મુસાફરો માટે ગંભીર જોખમ ઉભું થયું હતું.
ઉલ્લેખનીય છે કે, મે ૨૦૨૬માં પણ કોસ્ટલ રોડના એક પ્રવેશ માર્ગ પર એક જીપને લગભગ એક કિલોમીટર સુધી રિવર્સમાં ચલાવવામાં આવી હોવાની ઘટના નોંધાઈ હતી. આ પ્રકારની ઘટનાઓથી ઝડપી માર્ગ પર ટ્રાફિક શિસ્ત અને નિયમોના પાલન અંગે ફરી ચર્ચા શરૃ થઈ હતી.
બીજી તરફ આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આ અંગે નોંધ લેતા તપાસ હાથ ધરી હતી અને કાર ચાલક શું ઘટના સમયે દારુના નશામાં ધૂત હતો કે તેણે આ સ્ટંટ રિલ માટે કર્યો તે અંગે તપાસ શરુ કરી હતી.




