ટીટવાલામાં સ્કૂટર ખાડામાં પટકાતાં મહિલાનું મોતં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

માતા પુત્ર ગણેશ મંદિરેથી પાછા ફરતાં હતાં
જાંભલે નદીના પુલ પર ખાડામાં સ્કૂટર પટકાતાં ંમાથે ગંભીર ઈજાથી મોત
મુંબઈ - થાણે જિલ્લાના ટીટવાલામાં એક સ્કૂટર ખાડામાં ખાબકતાં સ્કૂટર પાછળ બેઠેલી ૫૦ વર્ષીય મહિલાનું મોત થયું હતું.
ગઈ તા. ૨૮ જૂનની રાત્રે જાંભલે ગામ નજીક અરુણા અરુણ કુલકર્ણી તેમના પચ્ચીસ વર્ષના પુત્ર પ્રતિક કુલકર્ણી સાથે ટીટવાલા ગણપતિ મંદિરમાં દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.પ્રતિક કુલકર્ણી સ્કૂટર ચલાવી રહ્યો હતો.જ્યારે સ્કૂટર જાંભલે નદીના પુલ પર હતું, ત્યારે આગળ એક ખાડો દેખાયો હતો. પ્રતીકે બ્રેક લગાવી, પરંતુ તેનું સ્કૂટર ખાડામાં પટકાયું હતું અને અરુણા કુલકર્ણી વાહન નીચે જમીન પર પટકાતાં તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.
આ ઘટના બાદ પ્રતીક તેની માતાને તાત્કાલિક બદલાપુર પૂર્વની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા .




