Mumbai

પોતાનું બેન્ક ખાતું સાયબર ફ્રોડમાં વપરાયાની ખબર પડતાં મહિલાની આત્મહત્યા

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
ડોમ્બિવલીમાં 38 વર્ષીય દેવિકા પાંડારામ નામની મહિલાએ આત્મહત્યા કરી છે. રાજસ્થાન પોલીસે તેના બેંક ખાતાનો ઉપયોગ સાયબર છેતરપિંડીમાં થયો હોવાની નોટિસ આપી હતી. હરિયાણા, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તેની સામે કેસ નોંધાયા હતા. વિવિધ રાજ્યોમાં પૂછપરછ માટે જવું પડશે તે ભયથી ગભરાઈને દેવિકાએ ગળું અને કાંડું કાપીને જીવ દીધો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોતાનું બેન્ક  ખાતું સાયબર ફ્રોડમાં વપરાયાની ખબર પડતાં  મહિલાની આત્મહત્યા

ડોમ્બવલીની મહિલાએ   પોતાનું ગળું અને કાંડુ કાપી નાખ્યું

રાજસ્થાન પોલીસની નોટિસ મળી હતી અનેક રાજ્યોમાં પોલીસ પૂછપરછ માટે જવું  પડશે તેવી સંભાવનાથી ગભરાઈ ગઈ

મુંબઈ -      ભારતભરમાં અનેક સાયબર છેતરપિંડીના કેસોમાં  પોતાના બેંક ખાતાનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યા પછી ચિંતામાં ડૂબી ગયેલી ડોમ્બિવલીની ૩૮  વર્ષીય મહિલાએ નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી, એમ પોલીસે જણાવ્યું હતું.

   મૃતકની ઓળખ દેવિકા અરમુગમ પાંડારામ તરીકે થઈ છે. ડોમ્બિવલી (ઈસ્ટ)માં સાઈરામ સોસાયટીમાં દેવિકા રહેતી હતી.

    પોલીસના જણાવ્યા અનુસાર  રાજસ્થાનના ચુરુ સાયબર સેલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ૮ ઓગસ્ટના રોજ  દેવિકાના ઘરે ગયા હતા.

        ભારતીય ન્યાય સંહિતા અને આઇટી એક્ટ  હેઠળ નોંધાયેલા કેસમાં પૂછપરછ માટે હાજર રહેવા માટે દેવિકાને નોટિસ પાઠવવામાં આવી હતી. એમાં આરોપ લગાડવામાં  આવ્યો હતો કે તેના બેંક ઓફ મહારાષ્ટ્ર ખાતાનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડીમાં કરવામાં આવ્યો હતો.

   આ બાબતે ચોક્કસ માહિતી  મેળવવા માટે  મહિલાએ  થાણે પોલીસ કમિશનરેટના સાયબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કર્યો હતો.પોલીસ અધિકારીઓએ દેવિકાને માહિતી આપી કે તેની વિરુદ્ધ હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત અને તમિલનાડુ સહિત અનેક રાજ્યોમાં સાયબર છેતરપિંડીના અનેક કેસ નોંધાયેલા છે, એમ પોલીસે જણાવ્યું હતું.

   તે પોલીસ પૂછપરછનો સામનો કરવા માટે વિવિધ રાજ્યોમાં જવાની સંભાવનાથી ગભરાઈ ગઈ હતી.  આથી હતાશામાં  દેવિકાએ છરીથી પોતાના ગળા અને કાંડાની નસ  કાપી  નાખી હતી.

     સંબંધીઓ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી તેણને મ્યુનિસિપલ સંચાલિત શાી નગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ  દેવિકાને મૃત જાહેર કરી હતી.

    આ મામલામાં પોલીસે એક્સિડેન્ટલ ડેથ  રિપોર્ટ  નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.