એરપોર્ટ પર 14 કરોડના કોકેન સાથે મહિલા અને આફ્રિકન નાગરિક ઝડપાયા

આફિક્રન નાગરિકના પેટમાંથી 70 કોકેનની કેપ્સ્યુલ તો મહિલાના બેગમાંથી કોકેનના આઠ પાઉચો મળ્યા
ડીઆરઆઈએ અદીસ અબાબ, ઇથોપિયાથી આવી રહેલ એક મહિલા મુસાફરને શંકાના આધારે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ અટકાવવામાં આવી હતી. આ બાદ તેના સામાનની સઘન તપાસ કરતા ટ્રોલી બેગમાંથી ૧.૫૭૫ કિલો કોકેનના આઠ પાઉચો મળી આવ્યા હતા. જેની બજારમાં કિંમત રુ. ૭.૮૭ કરોડ હોવાનું કહેવાય છે. અન્ય કાર્યવાહીમાં એક આફ્રિકન નાગરિકને મુંબઈ એરપોર્ટ પહોંચ્યા બાદ પ્રોફાઈલિંગના આધારે કાર્યવાહી કરતા અટકાવવામાં આવ્યો હતો. આ બાદ તેની તપાસ કરતા તેણે કબૂલ્યું હતું કે તેના પેટમાં કોકેન ધરાવતી કેસ્પ્યુલો છે. આથી ઓપરેશન દ્વારા સુરક્ષિત રીતે પેટમાંથી ૭૦ કોકેનની કેપ્સ્યુલ બહાર કાઢવામાં આવી હતી. બજારમાં કિંમત રુ. ૫.૪૨ કરોડ હોવાનું કહેવાય છે અને તેનું વજન ૧.૦૮૪ કિલો હતું. આ બંને કેસમાં ડીઆરઆઈએ એનડીપીએસ એક્ટ ૧૯૮૫ની જોગવાઈઓ હેઠળ મહિલા મુસાફર અને આફ્રિકન નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી.









