એક જ વિસ્તારનાં હાઈરાઈઝ, ચાલ અને ઝૂપડાં માટે અલગ રેડીરેકનર દર રહેશે

આવતાં
નાણાંકીય વર્ષથી અમલ કરાશે
રિમોટ
સેન્સિંગની મદદથી સર્વે કરાયા બાદ માઈક્રોઝોનિંગ પદ્ધતિ લાગુ કરવામાં આવશેઃ
મધ્યમવર્ગને ફાયદા
મુંબઇ -
મિલ્કતોનાં મૂલ્યને વધારે વાસ્તવદર્શી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માઈક્રો ઝોનિંગ લાગુ કરી એક જ વિસ્તારમાં
ઝૂપડાં, ચાલી અને હાઈરાઈઝ ટાવર્સ માટે અલગ અલગ રેડી રેકનર દર
લાગુ પાડવાનું નક્કી કરાયું છે. હાલ આ માટે સર્વે કરાશે. મોટાભાગે આવતાં નાણાંકીય
વર્ષથી નવા દરોનો અમલ કરાશે.
અત્યાર
સુધી વિસ્તાર પ્રમાણે રેડ રેકનર દર લાગુ પડતા હતા. એટલે કે એક જ વિસ્તારમાં આવેલાં
ઝૂપડાં , ચાલી
કે ગગનચુંબી ટાવર માટે એકસમાન દર હતા.
પરંતુ, હવે દરો બદલાશે. આજે મંત્રાલયમાં મહારાષ્ટ્ર
સ્ટેમ્પ ડયૂટી અમેન્ડમેન્ટ બિલની ચર્ચા માટે મળેલી એક બેઠકમાં મહેસૂલ પ્રધાને આ
પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ નવી વ્યવસ્થાનો સૌથી વધુ લાભ સામાન્ય નાગરિકો, મધ્યમવર્ગીય પરિવારો
અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મળશે. મુંબઈમાં અમલીકરણ બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં
માઇક્રો ઝોનિંગ યોજના લાગુ કરવામાં આવશે.
મુંબઈમાં
માઇક્રો ઝોનિંગ માટે મહારાષ્ટ્ર રિમોટ સેન્સિંગ એપ્લિકેશન સેન્ટર (એમઆરએસએસી)ની
નિમણૂક કરવામાં આવી છે. તે ત્રણ તબક્કામાં
આ માટે સર્વે હાથ ધરશે. આ સંસ્થા શહેરના વિવિધ વિસ્તારોનો અભ્યાસ કરીને વિકાસ, સુવિધાઓ અને મિલકતોની
સ્થિતિના આધારે નવા રેડી રેકનર દર નક્કી કરવા માટેનો ડેટા તૈયાર કરશે.
આવતાં
નાણાંકીય વર્ષ માટે દરો નક્કી કરતી
વખતે મુંબઈના સિટી સર્વે નંબર અને
વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખીને માઇક્રો ઝોનિંગ અમલમાં મૂકવામાં આવશે. નવી
ફોર્મ્યુલા હેઠળ વિસ્તાર પ્રમાણે વાસ્તવિક અને ન્યાયસંગત દર નક્કી કરાશે.
રાજ્યભરના
શહેરી, ગ્રામીણ
અને વિકાસશીલ વિસ્તારોનો સચોટ ડેટા મેળવવા માટે જીઆઈએસ આધારિત નકશા પણ તૈયાર
કરવામાં આવશે. આ પ્રક્રિયાથી રેડી રેકનર દરોમાં વધુ પારદશતા આવશે અને મિલકતના
વ્યવહારો વધુ સરળ બનશે.




