Mumbai

મુંબઈના જળાશયોમાં એક જ દિવસમાં ૧૨ ટકા જથ્થો વધ્યા

By GS Team
7 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ અને કેચમેન્ટ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી પીવાના પાણીના જળાશયોમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 7 જળાશયોમાં પાણીનો સંગ્રહ 12% વધ્યો છે. વિહાર 98.98% અને તુલસી 95.88% ભરાઈને છલકાવાની અણીએ છે, જ્યારે અપર વૈતરણા હજુ 12.25% જ ભરાયું છે. શહેરમાં પાણીની સ્થિતિ સુધરતા નાગરિકોને મોટી રાહત મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈના જળાશયોમાં એક જ દિવસમાં ૧૨ ટકા  જથ્થો વધ્યા

૭ જળાશયોમાં હવે લગભગ ૨૯ ટકા પાણીે

વિહાર-તુલસી છલકાવાના આરે પરંતુ અપર વૈતરણા હજુ ૧૨ ટકા જ ભરાયું છે

મુંબઈ-  મુંબઈ અને તેના કેચમેન્ટ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા ધોધમાર વરસાદે શહેરના પીવાના પાણીના ભંડારમાં નોંધપાત્ર વધારો કર્યો છે. માત્ર છેલ્લા ૨૪ કલાકમાં જ સાતેય જળાશયોમાં પાણીનો સંગ્રહ આશરે ૧૨ ટકા વધતાં, શહેરના પાણી પુરવઠાની સ્થિતિમાં મોટી રાહત સર્જાઈ છે. જ્યારે બિહાર અને તુલસી જળાશય ગમે તે ઘડીએ છલકાવાના આરે  હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈ મહાનગરપાલિકાના હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આજે સવારે ૬વાગ્યા સુધી સાતેય જળાશયોમાં કુલ ૪,૧૮૬૩૯ મિલિયન લિટર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે કુલ જળાશયમાં  પાણી સંગ્રહ કરવાના ક્ષમતાના ૨૮.૯૨ ટકા જેટલો છે. એક દિવસ પહેલાં સોમવારે આ જ આંકડો ૧૬.૯૨ ટકા હતો. એટલે કે, માત્ર એક જ દિવસમાં વરસાદના કારણે પાણીના સંગ્રહમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે.

 મુંબઈને પાણી પૂરું પાડતા ચાર મુખ્ય જળાશયો  અપર વૈતરણા, મોડક સાગર, તાનસા અને મધ્ય વૈતરણામાં મળીને ૨,૦૭,૮૪૩  મિલિયન લિટર પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે, જે તેમની કુલ  ક્ષમતાના ૨૯.૯૨ ટકા જેટલો છે.

 વિહાર જળાશય ૯૮.૯૮ ટકા અને તુલસી જળાશય ૯૫.૮૮ટકા ભરાઈ ચૂક્યા છે, જે લગભગ સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી ગયા છે. આ બંને જળાશયો ગમે તે ઘડીએ છલકાવાની આરે છે.

 જ્યારે મોડક સાગર ૫૨.૨૨ ટકા, તાનસા ૪૨.૮૫ટકા, મધ્ય વૈતરણા ૩૬.૧૨ ટકા, ભાતસા ૨૪.૫૦ ટકા અને અપર વૈતરણા ૧૨.૨૫ટકા ભરાયા છે.

કેચમેન્ટ વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પણ ભારે વરસાદ નોંધાયો હતો.મોડક સાગર વિસ્તારમાં ૩૪૫ મીમી, તાનસા ૩૨૨  મીમી, મધ્ય વૈતરણા ૨૩૫ મીમી, અપર વૈતરણા ૨૧૨ મીમી, ભાતસા ૧૭૨ મીમી, તુલસી ૧૬૦ મીમી અને વિહાર ૧૫૧ મીમી વરસાદ નોંધાયો હતો. આ સતત વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે.