Mumbai
મુંબઈમાં પાણીની પણ કરકસર, 10 ટકા કાપ શરુ
By GS Team
16 May 20261 min read

થાણે, ભિવંડીમાં પણ કાપ લાગુ
ટેકરીઓવાલા
વિસ્તારમાં પાણીનાં દબાણની સમસ્યા સર્જાય
તેવી આશંકા
મુંબઈ
- મુંબઈમાં ૧૦ ટકા પાણી કાપનો અમલ
આજથી શરુ થઈ ગયો છે. હાલ શહેરના જળાશયોમાં ૨૩ ટકા જથ્થો જ ઉપલબ્ધ છે. વધતી ગરમી, જળાશયોમાં
ઝડપી બાષ્પીભવન તથા આ વખતે અલ નીનોના કારણે ચોમાસું કદાચ નબળું રહે તેવી આગાહીઓ
વચ્ચે આ નિર્ણય લેવાયો છે.
શહેરમાં
દૈનિક ૩૯૫૦ મિલિયન લિટર પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે . જો પાણી કાપ લાગુ ન
કરવામાં આવે તો હાલનો જથ્થો છ જુલાઈ સુધી જ પૂરતો રહેશે, જ્યારે ૧૦ ટકા કાપથી
તે ૧૭ ઓગસ્ટ સુધી સાચવી શકાય છે.
જોકે ૧૦ટકા પાણી કાપ મુકવાથી ટેકરીવાળા
વિસ્તારમાં રહેતા લોકોને પાણી મેળવવાની સમસ્યા ઊભી થશે. એવી ચિંતા ત્યાંના
નાગરિકોનો સતાવી રહ્યો છે. મુંબઈ ઉપરાંત થાણે તથા ભિવંડીના બીએમસીનું પાણી મેળવતા
વિસ્તારોમાં પણ આ કાપ લાગુ પડશે.




