તરૃણ તેજપાલ કેસ પરથી વિશાલ ભારદ્વાજ જાપાની રાશોમોન સ્ટાઇલમાં ફિલ્મ બનાવશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સમાજ માટે ખૂબ મહત્વનો કેસનો ચૂકાદો મેં વાંચ્યો છે
બે ચૂકાદાઓ વચ્ચેનો વિરોધાભાસ રાશોમોન સ્ટાઇલ નેરેટિવ માટે પરફેક્ટ બની રહેશેઃ વિશાલ ભારદ્વાજ
મુંબઈ - ભારતના ફિલ્મ દિગ્દર્શક સત્યજિત રાયના સમકાલીન જાપાનના વિખ્યાત ફિલ્મ સર્જક અકીરા કુરોસાવાની ૫૦ના દાયકામાં આવેલી ફિલ્મ રાશોમોનમાં એક જ ઘટનાને અલગ અલગ પાત્રની નજરે રજૂ કરવામાં આવી હતી. જે બાદમાં રાશોમોન સ્ટાઇલ તરીકે વિખ્યાત બની હતી. શેક્સપિયરના નાટકો હિન્દી ફિલ્મોમાં રજૂ કરનારા વિશાલ ભારદ્વાજે પત્રકાર તરૃણ તેજપાલના કેસ પરથી કુરોસાવાની આ રાશોમોન સ્ટાઇલમાં ફિલ્મ બનાવવાની જાહેરાત શુક્રવારે કરી હતી.
વિશાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે આ કેસના પરસ્પર વિરોધાભાસી ચૂકાદાઓ અને કેસની ઓછી જાણીતી વિગતો ફિલ્મ માટે રસપ્રદ બની રહે તેમ છે. જેને મોટા પડદે નિહાળી લોકો આશ્ચર્ય પામશે. કોઇ ૫૦૦ કરતાં વધારે પાનાનો કાનુની પરિભાષામાં લખાયેલો ચૂકાદો કેવી રીતે વાંચી શકે? મેં આ ચૂકાદાઓ વારંવાર વાંચ્યા છે અને હજી હું તેમની સાથે ઝઝુમી રહ્યો છું. સમાજ માટે આ એક ખૂબ મહત્વનો કેસ છે.
પોતાની ફિલ્મ બાબતે વિશાલ ભારદ્વાજે જણાવ્યું હતું કે હું સ્ટોરીને વિવિધ નજરે રજૂ કરીશ. મારો અભિગમ એક તટસ્થ નિરીક્ષકનો રહેશે. તહેલકા સામયિકના સ્થાપક તરૃણ તેજપાલને ૨૦૧૩ના બળાત્કાર કેસમાં ગોવાની ટ્રાયલ કોર્ટે ૨૦૨૧માં છોડી મુક્યા બાદ હવે ૨૦૨૬માં હાઇકોર્ટે તેમને આ કેસમાં દોષી ઠેરવી દસ વર્ષની કેદની સજા ફટકારી છે. જેની સામે તેજપાલ સુપ્રીમ કોર્ટમાં જવાના છે.




