Mumbai

શિર્ડી સાઈ બાબા મંદિરમાં વીઆઈપી દર્શન ફી ૨૦૦થી વધીને ૩૦૦

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
શિર્ડી સાઈબાબા મંદિરમાં VIP દર્શન મોંઘા થયા છે. અત્યાર સુધી 200 રૂપિયામાં મળતા VIP બ્રેક દર્શનની ફી હવે 300 રૂપિયા કરાઈ છે. આ નિર્ણયથી સામાન્ય ભક્તોને થતો અન્યાય દૂર થયો છે, કારણ કે પહેલાં ઝટપટ દર્શન અને VIP દર્શનની ફી સરખી હતી. આનાથી મંદિરની આવકમાં પણ વધારો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શિર્ડી સાઈ બાબા મંદિરમાં વીઆઈપી દર્શન  ફી ૨૦૦થી વધીને ૩૦૦

વીઆઈપી દર્શનમાં પણ મોંઘવારી

્વીઆઈપી  દર્શન તથા ઝટપટ દર્શનની ફી સમાન હોવાથી ભક્તોને અન્યાય થતો હતો

મુંબઈ -  દરરોજ હજારો ભક્તોૅના વણથંભ્યા પ્રવાહથી ધમધમતા અને કરોડોની દાનની આવક ધરાવતા શિર્ડી સાઈબાબા મંદિરમાં વીઆઇપી ભક્તો માટે બ્રેક દર્શન સુવિધાની ફી ૨૦૦થી વધારીને ૩૦૦ રૃપિયા કરી છે. આને કારણે સશુલ્ક દર્શન કરતા સર્વસામાન્ય ભાવિકોને અન્યાય દૂર થયો છે.

અત્યાર  સુધી શિર્ડી સાઈબાબા સંસ્થાન તરફથી સવારે, બપોરે અને રાત્રે જનસંપર્ક કાર્યાલય મારફત ૨૦૦ રૃપિયામાં વીઆઇપી બ્રેક દર્શનની સુવિધા આપવામાં આવતી હતી. બીજી તરફ સર્વસામાન્ય ભક્તો ઝટપટ દર્શન માટે ૨૦૦ રૃપિયાની ફી ચૂકવીને ગેટ નંબર ૬ અને ૭માંથી પ્રવેશતા હતા. પરંતુ આમાં એવું થથું હતું કે ઝટપટ દર્શન માટેની લાઇન આગળ જઈને ભક્તોની કોમન લાઇનમાં ભળી જતી હતી. પરિણામે ૨૦૦ રૃપિયા ચૂકવીને હેરાનગતી સહન કરવી પડતી હતી. જ્યારે ૨૦૦ રૃપિયામાં પ્રોટોકોલ ધારકોને વીઆઇપી બ્રેક દર્શનની સુવિધા મળતી હતી. આ તફાવત દૂર કરવા માટે વીઆઇપી પાસના દરમાં આજથી ૧૦૦ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

હવે  સશુલ્ક દર્શન માટે ૨૦૦ રૃપિયાની ફી ભરતા સર્વસામાન્ય દર્શનાર્થીઓને પૈસા ચૂકવ્યા પછી પણ ઘણીવાર ઝટપટ દર્શનનો લાભ નથી મળતો આ તકલીફ દૂર કરવા માટે સ્વતંત્ર લાઇનની વ્યવસ્થા કરવાની મંદિર પ્રશાસનને ભાવિકો તરફથી અપીલ કરવામાં આવી હતી.

૨૨મી જૂન ૨૦૨૫થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન ૧.૫૮ લાખ ભાવિકોએ બ્રેક દર્શનનો લાભ લીધો હતો, જેનાંથી સાઈ સંસ્થાનને ૩.૧૭ કરોડની આવક થઈ હતી. આ જ સમયગાળામાં ૩૦ લાખ ભાવિકોએ સશુલ્ક દર્શનનો લાભ લીધો હતો.