Mumbai

ત્ર્યંબકેશ્વરના મંદિરમાં ૧૨મી ઓકટોબર સુધી વીઆઈપી દર્શન બંધ

By GS Team
6 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈ: શ્રાદ્ધપક્ષ અને સળંગ રજાઓને કારણે ભક્તોનો ભારે ધસારો જોતાં નાસિકના શ્રીક્ષેત્ર ત્ર્યંબકેશ્વર મંદિરમાં 12 ઓક્ટોબર સુધી VIP દર્શન બંધ કરાયા છે. ગાંધી જયંતિ અને શનિ-રવિની રજાઓમાં ભીડને નિયંત્રિત કરવા શનિવારથી જ VIP પાસનું વિતરણ બંધ થયું હતું. ત્ર્યંબકેશ્વર દેવસ્થાન ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે, જેથી સામાન્ય ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે.

Summarized by AI; it may make mistakes. Check important info

ત્ર્યંબકેશ્વરના મંદિરમાં ૧૨મી ઓકટોબર સુધી વીઆઈપી દર્શન બંધ

ભક્તોના ભારે ધસારાને કારણે લેવાયેલો નિર્ણય

મુંબઈ -  શ્રાદ્ધપક્ષ  ચાલુ હોવાથી તેમ જ સળંગ રજાઓને કારણે ભક્તોના પ્રચંડ ધસારાને ધ્યાનમાં લઈ નાસિક જિલ્લાના શ્રીક્ષેત્ર  ત્ર્યંબકેશ્વર મંદિરમાં ૧૨મી ઓકટોબર સુધી વીઆઈપી દર્શનની વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે.

સામાન્ય દિવસોમાં ઝડપથી દર્શન કરવા ઈચ્છતા ભક્તજનો વીઆઈપી પાસ ખરીદતા હોય છે. આ પાસની મદદથી સર્વ સામાન્ય ભક્તોની લાઈન કરતાં વહેલા દર્શન થતા હોય છે. પરંતુ ગાંધી જયંતીની અને શનિ-રવિની એમ સતત ત્રણ દિવસની સળંગ રજા આવી જવાથી ભક્તોનો એટલો બધો ધસારો થયો હતો કે ભીડના નિયમન માટે શનિવારથી જ વીઆઈપી પાસનું વિતરણ બંધ કરવામાં આવ્યું હતું. આમ હવે આવતા સોમવાર સુધી વીઆઈપી દર્શન બંધ રહેશે એમ ત્ર્યંબકેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે.