પુત્રવધૂએ કરેલા કેસમાં વિનાયક રાઉત, પુત્રની આગોતરા જામીન અરજી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શિવસેનાના માજી સાંસદ સામે ક્રરતાનો કેસ
મેલી વિદ્યા સહિતના આક્ષેપોઃ કોર્ટે ૨૩ જુલાઈ પર વધુ સુનાવણી રાખી
મુંબઈ - શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ સાંસદ વિનાયક રાઉત અને તેમના કોર્પોરેટર પુત્ર ગીતેશ રાઉત, તેમની પત્ની અને બે સંબંધીઓએ સોમવારે પુત્રવધૂ પર ક્રૂરતા અને ગુપ્ત પ્રથાઓ આચરવાના કેસમાં આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. અરજી પર સુનાવણી ૨૩ જુલાઈએ રાખવામાં આવી છે.
થાણે પોલીસે બે કથિત મેલીવિદ્યા કરનારા તાંત્રિકો ે સહિત ત્રણ આરોપીની શોધ ચલાવી છે. અન્ય આરોપી ફિરોઝ શેખની રવિવારે ધરપકડ કરાઈ હતી.
પુત્રવધૂ ગિરીજા રાઉતે આરોપ કર્યો હતો કે તેને શારીરિક અને માનિસક ત્રાસ અપાતો હતો અને મેલી વિદ્યા કરવા ફરજ પાડવામાં આવતી હતી પોતાને ગૌમૂત્ર પીવા ફરજ પડાઈ હતી. પતિ ગીતેશ રાઉત શારીરિક સંબંધ બાંધવામાં અસમર્થ હોવાથી આ તાંત્રિક વિધિ કરાઈ હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
દરમ્યાન રાઉતે આરોપો નકારી કાઢ્યા હતા અને તેને ખોટા અને ઉપજાવેલા ગણાવ્યા હતા.




