Mumbai

અમદાવાદ હાઈવે પર વાહનો બંધ પડયાં ઃ લાંબો ટ્રાફિક જામ

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર વસઈ-વિરારમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. પાણીના નિકાલના માર્ગો અવરોધાતા હાઈવે પર અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા. માલજીપાડા, વર્સોવા, પેલ્હાર, વસઈ ફાટા અને ચિંચોટી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક જામ થયો. બુધવારે ચિંચોટી બ્રિજ અને સાતિવલી ફાટા વચ્ચે કિલોમીટરો સુધી વાહનોની લાંબી કતારો લાગી. ટ્રાફિક પોલીસે ફસાયેલા વાહનોને દૂર કરવા ભારે જહેમત ઉઠાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ હાઈવે પર વાહનો બંધ પડયાં ઃ લાંબો ટ્રાફિક જામ

પાણીના નિકાલના માર્ગો અવરાધાતાં સમગ્ર હાઈવે પર ઠેર ઠેર તળાવ રચાયાં 

મુંબઈ -  વસઈ-વિરારમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. વસઈ-ઈસ્ટમાંથી  પસાર થતા   મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવ પર ટ્રાફિક ખોરવાયો હતો. વિવિધ સ્થળોએ પાણી ભરાઈ જવાથી અને વાહનો ફસાઈ જવાના બનાવોને કારણે વાહનચાલકોને ભારે  મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

વસઈ-વિરાર પટ્ટામાં ભારે વરસાદ  વખતે  હાઈવે પરના નૈસગક પાણીના ોતો અને નાળાઓ ભરાય જવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થવાનો કોઈ રસ્તો નથી. આ ઉપરાંત, જે ઉપાય યોજના લેવામાં આવ્યા છે તે પણ અધુરી છે. આને કારણે, આ બધું પાણી સીધું મુખ્ય હાઈવે માર્ગ પર એકઠું થઈ રહ્યું છે. માલજીપાડા, સસુનવઘર, વર્સોવા, પેલ્હાર, વસઈ ફાટા અને ચિંચોટી જેવા હાઈવેના મુખ્ય નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી એકઠું થયું છે. આના કારણે મુંબઈ તરફ જતી અને વસઈ-વિરાર તરફ જતી બંને બાજુનો ટ્રાફિક ધીમો પડી ગયો છે.

બુધવારે સવારે, ચિંચોટી બ્રિજ અને સાતિવલી ફાટા વચ્ચે મુંબઈ કેનાલ પર મોટો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. રસ્તા પર અણધાર્યા પાણી અને એન્જિનમાં પાણી ઘૂસવાને કારણે ઘણા વાહનો રસ્તા પર અટવાઈ ગયા હતા. આના કારણે કિલોમીટરો સુધી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

ટ્રાફિક પોલીસ અને હાઈવે ઓથોરિટીના કર્મચારીઓને વરસાદમાં હાઈવે પર ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા અને ક્રેનની મદદથી ફસાયેલા વાહનોને દૂર કરવા માટે ભારે મહેનત કરવી પડી હતી.