મુંબઇમાં શાકભાજીના ભાવમાં વધારો ઃ કોથમીરની ડબલ સેન્ચુરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઠેર ઠેર વરસાદની માઠી અસર
નાસિક, પુણે, મંચરમાં ભારે વરસાદને કારણે શાક બગડવા માંડતા એપીએમસીમાં આવક ઘટી
મુંબઇ - ઠેર ઠેર પડી રહેલા વરસાદની માઠી અસર મુંબઇ અને થાણે સહિતના વિસ્તારોને શાકભાજી પૂરા પાડતી નવી મુંબઇની એ.પી.એમ.સી. માર્કેટને થઇ છે. શાકની આવક ઘટતા લગભગ બધા જ શાકના ભાવ વધવા માંડયા છે. આમાં પહેલી જ વાર નાસિક બાજુથી આવતી કોથમીરની કિલો- સવાકિલો વજનની મોટી ઝૂૂડીની કિંમત ૨૦૦થી ૨૫૦ રૃપિયાની આસપાસ પહોંચી ગઇ છે.
નાસિક, પુણે અને મંચરના શાક ઉત્પાદક ક્ષેત્રોમાં છેલ્લાં થોડા સમયથી પડી રહેલા ભારે વરસાદમાં ભીંજાવાથી શાક બગડી જાય છે. એટલે નવી મુંબઇ એપીએમસી માર્કેટમાં આવક ઘટવાથી ભાવ ચડવા માંડયા છે.
થોડા વખત પહેલાં કોથમીરની નાની ઝૂૂડી ૧૦થી ૨૦ રૃપિયા અને મોટી ઝૂૂડી ૫૦થી ૬૦ રૃપિયામાં એ.પી.એમ.સી.માં વેંચાતી હતી. જ્યારે અત્યારે અઢીસો ગ્રામની નાની ઝૂડી ૫૦ રૃપિયામાં વેંચાય છે. જ્યારે કિલો- સવાકિલોની મોટી ઝૂડી ૨૦૦થી ૨૫૦ રૃપિયામાં વેંચાય છે. આ સિવાય મેથી, સોયા, લીલા કાંદા, શિમલા મરચાં, કારેલા, ગુવાર અને લીલા મરચાં પણ મોંઘા થઇ ગયા છે. કોથમિર ઓછી આવતી હોવાથી હવે ઠેઠ બેંગ્લોર બાજુથી કોથમીર મંગાવવામાં આવી રહી છે.




