Mumbai

વાઝેએ સુપર કોપ તરીકે વટ પાડવા એન્ટિલિયા બહાર વિસ્ફોટકો સાથે કાર પ્લાન્ટ કરી હતી

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં NIAએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું કે સચિન વાઝેએ મુકેશ અંબાણીના નિવાસસ્થાન બહાર વિસ્ફોટકો ભરેલી SUV પાર્ક કરી હતી. NIAના મતે, વાઝે પોતાને 'સુપર કોપ' તરીકે દર્શાવવા માંગતો હતો. તેણે મિત્ર મનસુખ હિરણની હત્યા કરી, કારણ કે તેને લાગ્યું કે હિરણ કાવતરાનો પર્દાફાશ કરશે. કોર્ટે વાઝેના જામીન પરનો સ્ટે લંબાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાઝેએ સુપર કોપ તરીકે વટ પાડવા એન્ટિલિયા બહાર વિસ્ફોટકો સાથે  કાર પ્લાન્ટ કરી હતી

વાઝેને જામીન આપવા સામેની અપીલમાં એનઆઈએની દલીલ

વાઝેેને લાગ્યું કે મનસુખ હિરણ આ કાવતરાંનો પર્દાફાશ કરી દેશે એટલે તેની હત્યા કરી તેવો દાવો

મુંબઈ -  બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેએ ૨૦૨૧માં   પોતાને બચાવવા તથા કેસ ઉકેલવાનો ડોળ કરી પોતાને સુપર કોપ તરીકે દર્શાવવાના હેતુથી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટકો ભરેલી એસયુવી પાર્ક કરી હતી  એવી દલીલ એનઆઈએએ વાઝેના જામીન સામેની અપીલમાં બુધવારે બોમ્બે હાઈકોર્ટ સમક્ષ કરી હતી.

 રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે  વાઝેનો મિત્ર મનસુખ હિરણ એન્ટિલિયાની બહાર પાર્ક કરેલાં વાહનનો કબજો ધરાવતો હતો. વાઝેને લાગ્યું હતું કે હિરણ એક નબળી કડી છે અને તે તેના કાવતરાંને બહાર પાડી દેશે એટલે તેણે હિરણની હત્યા કરી હતી.

જસ્ટિસ જીએસ કુલકર્ણી અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે ગયા અઠવાડિયે ખાસ અદાલત દ્વારા વાઝેને આપવામાં આવેલા જામીન પર વચગાળાના સ્ટેના પોતાના અગાઉના આદેશને લંબાવ્યો હતો.

વિસ્ફોટક કેસમાં અને હિરણની હત્યામાં વાઝેને જામીન આપવાના ખાસ કોર્ટના આદેશ સામે એનઆઈએએ અપીલ દાખલ કરી હતી.

એનઆઈએ વતી હાજર રહેલા વધારાના સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે વાઝે, જેને અગાઉ નકલી એન્કાઉન્ટર કેસમાં કથિત સંડોવણી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, તેને ફરીથી નોકરી પર લેવામાં  આવ્યો હતો અને ક્રાઈમ બ્રાન્ચ ઈન્ટેલિજન્સના વડા તરીકે ફરજ બજાવતો હતો.  તેમણે કહ્યું કે  આ બધું ફક્ત ઉદ્યોગપતિ અને તેમના પરિવારના મનમાં જ નહીં પરંતુ સમગ્ર સમાજના મનમાં આતંક ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું.

કોર્ટે કહ્યું કે તે ગુરુવારે આ મામલાની સુનાવણી ચાલુ રાખશે અને ત્યાં સુધી જામીન પરનો સ્ટે લંબાવ્યો.