વાસુ ભગનાની દ્વારા ટિપ્સ અને ડેવિડ ધવન સામે 400 કરોડનો દાવો

એક
સમયના મિત્રો વચ્ચે કાનૂની લડાઈ
બીવી
નંબર વનનાં ચુનરી ચુનરી સોંગને રિક્રિએટ કરવાનો વિવાદ વકર્યો
મુંબઈ - પૂજા
એન્ટરટેઇનમેન્ટના ફાઉન્ડર અને પ્રોડયુસર વાસુ ભગનાનીએ ટિપ્સ મ્યુઝિક અને ડેવિડ ધવન
વિરુદ્ધ ૪૦૦ કરોડનાં વળતરનો કેસ કર્યો છે.
ટિપ્સ દ્વારા પ્રોડયૂસ કરાયેલી અને ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત વરુણ ધવનની ફિલ્મ 'હૈ જવાની તો ઇશ્ક હોના હી હૈ'માં 'બીવી નંબર વન'ના ગીત 'ે
ચુનરી ચુનરી' અને 'ઇશ્ક સોના હૈ'ના ઉપયોગ મંજૂરી વિના કરાયો
હોવાનો દાવો કરાયો છે.
વાસુ
ભગનાનીએ ડેવિડ ધવન તથા ટિપ્સના રમેશ તૌરાણીને આઈપી રાઈટ્સના ભંગ માટે ૧૦૦ કરોડના
દંડની પણ માગણી કરી છે.
ઉલ્લેખનીય
છે કે એક સમયે વાસુ ભગનાની તથા રમેશ તૌરાણી ગાઢ મિત્રો હતા. બંનેએ ફિલ્મ ઉદ્યોગમાં
એકબીજાને મદદ કરી હતી. જોકે,
ગીતના મ્યુઝિકલ રાઈટ્સ એકવાર મ્યુઝિક કંપની મેળવી લે તે પછી તે
ગીતને રિપ્રોડયૂસ કરવાના અધિકાર નિર્માતા ગુમાવી દે કે કેમ તે બાબતે બંને જૂના
મિત્રો વચ્ચે કાનૂની લડાઈ થઈ રહી છે.
આ
બાબતે અગાઉ પણ વાસુ ભગનાનીએ ટિપ્સને નોટિસ આપી હતી તથા ફિલ્મની પ્રચાર
સામગ્રીમાંથી આ ગીતો દૂર કરવા જણાવ્યું હતું.
બીજી
તરફ ફિલ્મ ચાહકોએ એકઅવાજે ચુકાદો આપ્યો છે
કે 'બીવી
નંબર વન'નું સલમાન તથા સુસ્મિતા પર ફિલ્માવાયેલું ગીત લાખ
દરજ્જે સારું છે અને તેનાં નવાં વર્ઝનમાં વરુણ ધવને રાબેતા મુજબ નબળી નકલ કરી વેઠ
જ ઉતારી છે.




