વાસુ ભગનાનીએ ડેવિડ ધવન પર મંજૂરી વગર ચુનરી ચુનરી ગીતનો ઉપયોગ કરવાનો આરોપ મુક્યો

ડેવિડ
ધવનની નવી ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના
હૈનું આ ગીત બીવી નંબર વનનું છે
મુંબઇ
- ડેવિડ ધવનની ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક
હોના હૈનું ચુનરી ચુનરી ગીત પર વિવાદ થયો છે. બીવી નંબર વનના આ ગીત પર વાસુ
ભગનાનીએ શુક્રવારે આરોપ મુક્યો હતો કે,
ફિલ્મ નિર્માતા ડેવિડ ધવન અને રમેશ તૌરાનીએ વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે અભિનિત ફિલ્માં મારી મંજૂરી વગર મારી ૧૯૯૯ની
બીબી નંબર વનના ગીત ચુનરી ચુનરીનો ફરી
ઉપયોગ કર્યો છે.
ફિલ્મના
આ ગીતના ઉપયોગ બદલ મને બહુ મોડી જાણ થવાથી મને મનદુઃખ થયું હતું.મેં આ બાબતે ડેવિડ ધવનને ફોન પણ કર્યો હતો. પરંતુ
હું તેમને રોકી શક્યો નહોતો. પ્રોડકશન હાઉસની મંજૂરી વગર આ ગીતનો ઉપયોગ કરવામાં
આવ્યો હતો.
અમે
કોર્ટમાં પણ એક અરજી કરી હતી. પરંતુ
કોર્ટે અમને યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશઆપ્યો હતો. ડેવિડ ધવન પોાના પુત્રની અને રમેશ તૌરાનીના પ્રોડકશન હેઠળ બનેલી
ફિલ્મમા ંઆ ગીતનો ઉપયોગ કર્યો તેના પરથી સ્પષ્ટથાય છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં
નૈતિકતા રહી નથી.
વાસુ
ભગનાનીએ પોતાની કુલીનંબર વનની ખોટ પ્રત્યે બળાપો કાઢયો હતો. તેણે કહ્યું હતું કે,
મને કુલી નંબર વનમાં૨૭ કરોડ રૃપિયાનું નુકસાન થયું હતું એ પછી
વરુણ ધવને પણ મારા આ નુકસાની પરવાહ કરી નહોતી.
આ ફિલ્મ માટે મેં ડેવિડ ધવનને ૭૦ કરોડ રૃપિયા આપ્યા હતા. એ કોવિડનો સમય હતો ત્યારે ડેવિડજીએ મને કહ્યું
હતું કે, તમારા નુકસનાને ભવિષ્યમાં ભરપાઇ કરી આપીશું. કુલી
નંબર વનનું નિર્માણ ડેવિડ ધવને મારા રોકાણથી કર્યું હતું હું એ ફિલ્મનો ફક્ત નામ
માત્ર નિર્માતા હતો. પરંતુ મારું નુકસાન ભરપાઇ કરવાનો વિચાર ડેવિડ ધવન તેમજ તેના
પુત્ર વરુણે હજી સુધી કર્યો નથી.




