Mumbai

વસઈ-વિરારમાં પાણી ભરાઈ ગયા, વાહનવ્યવહાર ઠપ્પઃ જનજીવન ખોરવાઈ ગયું

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
વસઈ-વિરારમાં પાંચ દિવસના સતત વરસાદથી જળબંબાકાર થયો છે. નાલાસોપારા, વિરાર અને વસઈના મોટાભાગના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. વાહનવ્યવહાર ખોરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. વીજ પુરવઠો પણ ખોરવાયો છે. મેયરે સ્થિતિની સમીક્ષા કરી, જ્યાં પાણીના નિકાલમાં કુદરતી અવરોધ હોવાનું જણાવ્યું. મહાનગરપાલિકાએ હેલ્પલાઈન નંબર 18002334353 અને 18002673898 જાહેર કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વસઈ-વિરારમાં પાણી ભરાઈ ગયા, વાહનવ્યવહાર ઠપ્પઃ જનજીવન ખોરવાઈ ગયું

મુંબઈ -  વસઈ-વિરારમાં છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. વસઈ-વિરારમાં ભારે વરસાદને કારણેમોટા ભાગના બધા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ જળમય બન્યા હતા. જેથી વાહન વ્યવહાર ખોરવાઈ જવાથી લોકો ઘૂંટણસમા પાણીમાં લોકોએ ચાલીને જવા મજબુર થયા હતા.

મોટા ભાગના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો નાલાસોપારાના તુલીંજ, સેન્ટ્રલ પાર્ક, આચોલે, રેલવે સ્ટેશન અને નાલાસોપારા, વિરારમાં બસ ડેપો  છે. આના કારણે રિક્ષા સેવાઓ ખોરવાઈ ગઈ હતી.વિરાર-વેસ્ટમાં બોલિંજ, ગ્લોબલ સિટી, પુષ્પા નગર, જુની વિવા કોલેજ વિસ્તાર તેમ જ વસઈ-વિરાર મ્યુનિસિપલ હેડક્વાર્ટર વિસ્તારમાં પાણી ભારે પ્રમાણમાં ભરાય ગયું હતું. વસઈ- ઈસ્ટમાં સાતિવલી, રેન્જ નાકા, ભોયડાપાડા, ગોખીવારે વિસ્તાર અને એવરશાઇન પશ્ચિમમાં દેવતલાવ, ગિરિજ, બંગલી, ચૂલના વગેરે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. વરસાદને કારણે નાયગાંવના ઘણા ભાગોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ખાનગી ઓફિસોને રજા અને હાફ ડે આપવામાં આવ્યો હતો. ઓફિસથી ઘરે જતાં કર્મચારીઓને વાહનો, રીક્ષા બંધ હોવાથી ભરેલા પાણીમાંથી જવું પડયું હતું. ઘણી જગ્યાએ રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હોવાથી, ચાલવું અત્યંત જોખમી બની ગયું હતું.

રસ્તાઓ પર પાણી અને ઘરમાં વીજળી પુરવઠો ઠાપ

વસઇ-વિરારના રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયો હતો ત્યારે ઘરમાં વીજળી ગુલ થતાં  લોકોને ભારે પરેશાની થઈ હતી. મહાવિતરણનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને ઘણા વિસ્તારોમાં વીજળી કાપી નાખવામાં આવી હતી. નાલાસોપારાના ઘણા ભાગોમાં પાણી કમર સુધી પહોંચી ગયું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પરના ઘરો અને ચાલમાં પાણી ઘૂસી ગયું હતું.

વાહવવ્યવહાર બંધ પડયા

રસ્તાઓ પર પાણી ભરાઈ જતા રિક્ષા બંધ થવાને કારણે ઘરે પાછા ફરતા લોકો મુશ્કેેલી અનુભવી રહ્યા હતા. અનેક રિક્ષા ચાલકોએ રિક્ષા ચાલુ રાખી પણ બમણુ ભાડુ વસૂલી રહ્યા હતા. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પાણીમાં ફસાઈ રહ્યા હોવાથી વિરારમાં પાણીમાંથી રસ્તો સાફ કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

હેલ્પલાઈન

શહેરમાં ક્યાંય પણ પાણી ભરાઈ જાય અથવા કટોકટીની પરિસ્થિતિ ઊભી થાય તો મહાનગરપાલિકાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરનો સંપર્ક કરવા અપીલ કરી છે. આ માટે ટોલ-ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૪૩૫૩ અને ૧૮૦૦૨૬૭૩૮૯૮ જાહેર કરવામાં આવ્યા છે.

મેયર દ્વારા સમીક્ષા..

મહાનગરપાલિકાના મેયર અજીવ પાટીલે  વિરાર ઈસ્ટ અને વેસ્ટ વિસ્તારોની વ્યક્તિગત મુલાકાત લીધી હતી અને પાણી ભરાઈ જવાની સ્થિતિ અને ઉભી થયેલી સમસ્યાઓનો પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે રસ્તાઓની બંને બાજુ મોટી ગટર હોવા છતાં, વરસાદ અને વૈતરણા ખાડીના વધતા પાણીના સ્તરને કારણે પાણીના નિકાલમાં કુદરતી અવરોધ ઊભો થઈ રહ્યો છે.